LIC IPO Announcement: જો તમે પણ LICના IPOમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે એક મોટું અપડેટ આવ્યું છે. ABP LIVEના એક અહેવાલ મુજબ LIC કંપનીએ IPO માટે પ્રાઈઝ બેન્ડ જાહેર કરી છે. જો તમારી પાસે આ IPO માં પૈસા રોકવાની યોજના છે, તો જાણો તમારે ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડશે. LIC કંપનીનો IPO 4 મેના રોજ ખુલી રહ્યો છે અને તમે 9 મે સુધી સબસ્ક્રાઇબ કરી શકો છો. આ સાથે એ પણ મહત્વનું છે કે, એન્કર રોકાણકારો 2 મેથી IPOમાં બિડ કરી શકે છે.


પ્રાઇઝ બેન્ડ શું હશે?
કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 902-949ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. ગ્રાહકોને એક લોટમાં 15 શેર મળશે.


તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે?
તમને જણાવી દઈએ કે કંપની રિટેલ ગ્રાહકોને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે અને પોલિસી ધારકોને પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.


કંપની કેટલા શેર ઈશ્યુ કરશે?
તમને જણાવી દઈએ કે આ IPO દ્વારા કંપની 22.13 કરોડ શેર ઈશ્યુ કરશે. સરકાર આ IPO દ્વારા લગભગ 21000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સરકાર પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO)માં લગભગ 3.5 ટકા હિસ્સો વેચશે.


IPOનું કદ ઘટાડ્યુંઃ
ફેબ્રુઆરીમાં સરકારે LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 કરોડ શેર વેચવાની યોજના બનાવી હતી. આ અંગેના દસ્તાવેજો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને સબમિટ કરવામાં આવ્યા હતા. જો કે, રુસ-યુક્રેન યુદ્ધને કારણે બજારની અસ્થિરતાના કારમે IPOના આયોજનને અસર પહોંચી હતી.ગયા અઠવાડિયે, સરકારે IPOનું કદ ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.


ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંકઃ
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે સેબીને પાંચ ટકા હિસ્સાના વેચાણના નિયમમાંથી મુક્તિ માટે દસ્તાવેજો પણ આપ્યા હતા. સેબીના નિયમો અનુસાર, રૂ. 1 લાખ કરોડથી વધુનું મૂલ્યાંકન ધરાવતી કંપનીઓએ IPOમાં પાંચ ટકા હિસ્સો વેચવો જરૂરી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમાં LICના IPOનો મોટો ફાળો રહેશે.