Stock Market Today: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં મામૂલી ઉછાળા સાથે કારોબાર શરૂ થયો છે. યુએસ ફ્યુચર્સના સંકેતથી બજારને સપોર્ટ મળી રહ્યો છે અને તે આ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી 17,000ની નજીક આવી ગયો છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 39.80 પોઈન્ટ ના વધારા સાથે 57,566.90 ના સ્તર પર ખુલ્યો છે. NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 39.25 પોઈન્ટ અથવા 0.23 ટકાના વધારા સાથે 16,984.30 પર ખુલવામાં સફળ રહ્યો છે.


સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ


આજે, BSE સેન્સેક્સના 30 માંથી માત્ર 11 શેરો શરૂઆતના વેપારમાં વધારો દર્શાવે છે અને બેન્કિંગ શેરોમાં ઘટાડાથી બજાર નીચે ખેંચાઈ ગયું છે. સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50માંથી 23 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 26 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. 1 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે.


આજના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર બેંક, ફાઇનાન્શિયલ, આઇટી અને મેટલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. જ્યારે ઓટો અને પીએસયુ બેંકના શેરમાં વેચવાલી છે. આજના કારોબારમાં હેવીવેઈટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 18 શેરો લીલા નિશાનમાં છે અને 12 લાલ નિશાનમાં છે.


આજના ટોપ ગેનર્સમાં BAJFINANCE, Airtel, NTPC, KOTAKBANK, TATASTEEL, RIL, INFYનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં M&M, TITAN, ITC, AXISBANK, HUL, Sun Pharma, SBI, HCLનો સમાવેશ થાય છે.


બેન્કિંગ શેરોએ બજારને નીચે ખેંચ્યું હતું


આજે બેન્કિંગ શેરોમાં આવેલા ઘટાડાને કારણે બજારની શરૂઆતની તેજી ઉડી ગઈ છે અને આ ઘટાડો શેરબજારને વધુ ઉપર જવા દેતું નથી.


24 માર્ચે બજાર કેવું હતું


છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 24 માર્ચે સ્થાનિક શેરબજારો સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 398 પોઈન્ટ ગબડ્યો, જ્યારે નિફ્ટી 151 પોઈન્ટ ઘટીને 17,000ની નીચે ગયો.


બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 398.18 પોઈન્ટ્સ અથવા 0.69 ટકા ઘટીને 57,527.10 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ઊંચામાં 58,066.40 સુધી ગયો અને તળિયે 57,422.98 પર આવ્યો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 131.85 પોઈન્ટ એટલે કે 0.77 ટકા ઘટ્યો હતો. નિફ્ટી ટ્રેડિંગના અંતે 16,945.05 પર બંધ થયો હતો. નિફ્ટી દિવસ દરમિયાન 17,109.45ની ઊંચી અને 16,917.35ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.