Stock Market Today: એશિયન બજારમાં મિશ્ર વલણને જોરે ભારતીય બજારમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ છે. સોમવારના બ્લડબાથમાં રોકાણકારોએ ₹6.53 લાખ કરોડથી વધુની સંપત્તિ ગુમાવી હતી. ત્યારે આજે બજારમાં ઉછાળા સાથે શરૂઆત થતા રોકાણકારોને થોડી રાહત થઈ છે.
મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતીય સૂચકાંકો 27 સપ્ટેમ્બરે નિફ્ટી 17100 ની આસપાસ મજબૂત રીતે ખુલ્યા હતા. સેન્સેક્સ 224.23 પોઈન્ટ્સ અથવા 0.39% વધીને 57369.45 પર હતો, અને નિફ્ટી 65.70 પોઈન્ટ્સ અથવા 0.39% વધીને 17082 પર હતો. લગભગ 1467 શેર્સ આગળ વધ્યા છે, 574 શેર્સ ઘટ્યા છે અને 8 શેરમાં ઘટાડો થયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીના સ્ટોક
સેન્સેક્સના 30માંથી તમામ 30 શેરો હાલમાં તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને 6 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ
સેક્ટોરલ ઇન્ડેક્સમાં બજાર ખુલ્યાની થોડીવારમાં તમામ સેક્ટરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. PSU બેન્કો 1.33 ટકા અને ઓઇલ એન્ડ ગેસ 1.24 ટકાના ભાવે ટ્રેડ કરી રહ્યા છે. ITમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ફાર્મા, મીડિયા, મેટલ, રિયલ્ટી, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર તમામ સેક્ટરમાં ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સમાં વધનારા સ્ટોક
જો તમે સેન્સેક્સના વધતા શેરો પર નજર નાખો, તો HUL, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, નેસ્લે અને ભારતી એરટેલ, સન ફાર્મા, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડૉ રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેંક, HDFC, ITC, ICICI બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર, TCS, SBI, HDFC બેંક, L&T, Titan, SBI, Axis Bank, NTPC, Wipro, IndusInd Bank, Maruti Suzuki, Tata Steel, M&M અને PowerGrid ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.
નિફ્ટીમાં ઘટનારા સ્ટોક
Hero MotoCorp, Maruti, HDFC, Kotak Mahindra Bank અને Divi's Labs ના સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં કડાકો
આજે કારોબારમાં મુખ્ય એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ છે. જ્યારે સોમવારે યુએસ બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. ફુગાવો, દરમાં વધારો અને મંદીની ચિંતાને કારણે રોકાણકારો એલર્ટ મોડમાં છે. સોમવારે, S&P 500નું બંધ નવા નીચા સ્તરે થયું. S&P 500 ઇન્ડેક્સ 1 ટકા ઘટીને 3,655.04 પર આવી ગયો. ડાઉ 329.60 પોઈન્ટ અથવા 1.11 ટકા ઘટીને 29,260.81 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેકમાં 0.6 ટકાની નબળાઈ હતી અને તે 10,802.92 ના સ્તર પર બંધ થયો હતો.
ક્રૂડના ભાવ નરમ
ક્રૂડ ઓઈલના ભાવ નીચા રહે છે; આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 84 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 77 ડોલર છે. ક્રૂડ આ વર્ષના ઉચ્ચતમ 139 થી 40 ટકા ઘટ્યું છે. યુએસમાં 10 વર્ષની બોન્ડ યીલ્ડ 3.884 ટકા છે.
એશિયન બજારમાં મિશ્ર વલણ
એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં 0.34 ટકા અને નિક્કી 225માં 0.83 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.52 ટકા અને હેંગસેંગ 0.95 ટકા ડાઉન છે. તાઇવાન વેઇટેડ 0.25 ટકા વધ્યો છે, જ્યારે કોસ્પી 0.65 ટકા નીચે છે. શાંઘાઈ કમ્પોઝિટ સપાટ દેખાય છે.