Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના શાનદાર કારોબાર બાદ આજે ફરી એકવાર સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. ડાઉ ફ્યુચરના ઘટાડાને કારણે ભારતીય બજારો માટે પણ સેન્ટિમેન્ટ ખરાબ છે અને રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારમાં, BSE સેન્સેક્સ 315.02 અંક એટલે કે 0.59 ટકાના ઘટાડા સાથે 52,846.26 પર ટ્રેડ કરી રહ્યો છે. NSE નો નિફ્ટી 74.60 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 15,757.45 પર ખુલ્યો.


નિફ્ટીની સ્થિતિ


આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 41 શેરો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 9 શેર વધી રહ્યાં છે. બેંક નિફ્ટી આજે 211.90 પોઈન્ટ અથવા 0.90 ટકાના ઘટાડા બાદ 35599 પર ટ્રેડ કરી રહ્યો છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


PSU બેન્ક સાથે તેલ અને ગેસ ઉપર છે, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં કારોબારમાં સૌથી વધુ 1.76 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈટીમાં 1.09 ટકા અને ફાઈનાન્શિયલ સર્વિસીસમાં 0.90 ટકાની નબળાઈ સાથે વેપાર ચાલી રહ્યો છે.


બજારમાં વેચવાલીનો મૂડ છે. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંક અડધા ટકાથી વધુ નબળા પડ્યા છે.


મેટલ, ઓટો, ફાર્મા, રિયલ્ટી અને એફએમસીજી સહિતના અન્ય સૂચકાંકો પણ લાલ નિશાનમાં જોવા મળે છે. હાલમાં સેન્સેક્સમાં 227 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 52934 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 57 પોઈન્ટ ઘટીને 15775ના સ્તરે છે.


હેવીવેઇટ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 24 શેર લાલ નિશાનમાં આવ્યા છે. આજના ટોપ લૂઝર્સમાં TITAN, ASIANPAINT, BAJAJFINSV, WIPRO, TECHM, HDFC અને BAJFINANCE નો સમાવેશ થાય છે.