Stock Market Today: વૈશ્વિક બજારની તેજી પાછળ આજે ભારતીય સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળીને ખુલ્યો છે જ્યારે નિફ્ટી ખુલતા જ 17000 ને પાર થઈ ગયો છે. 


સેન્સેક્સ 498.42 પોઈન્ટ અથવા 0.88% વધીને 57096.70 પર ખુલ્યો હતો, અને નિફ્ટી 145.40 પોઈન્ટ અથવા 0.86% વધીને 17004 પર ખુલ્યો હતો. લગભગ 1636 શેર્સ આગળ વધ્યા છે, 294 શેર્સ ઘટ્યા છે, અને 75 શેર્સ યથાવત છે.


હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક અને M&M નિફ્ટીમાં મોટા ઉછાળામાં હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ, સિપ્લા, TCS અને હીરો મોટોકોર્પ ઘટ્યા હતા.


બેંક નિફ્ટીમાં શાનદાર તેજી


બેન્ક નિફ્ટીની જબરદસ્ત વૃદ્ધિ આજે બજારને ટેકો આપી રહી છે અને તેમાં 500થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. સેન્સેક્સ 503 અંક વધીને 38263 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બેંક નિફ્ટીના તમામ 12 બેંક શેરોને સારી ખરીદીનો ટેકો મળી રહ્યો છે અને તે વેગ પકડી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેન્ક લગભગ 2.5 ટકાના સૌથી વધુ ઉછાળા પર ટ્રેડ કરી રહી છે.


વૈશ્વિક બજારમાં તેજી


યુએસ બજારોએ 6 દિવસના ઘટાડા બાદ જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. બુધવારે યુએસ માર્કેટમાં 2 થી 3 ટકાનો ઉછાળો આવ્યો છે. ડાઉ જોન્સ 549 પોઈન્ટ વધીને 29,684 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેક 222 પોઈન્ટ વધીને 11,052ની સપાટીએ બંધ રહ્યો હતો. S&P 500 1.97 ટકા વધ્યો. ગુરુવારે, SGX નિફ્ટી 175 પોઇન્ટ ઉછળીને 17050 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કી પણ 200 પોઈન્ટ વધ્યો હતો. ડાઉ ફ્યુચર સપાટ છે. આર્થિક મંદીથી બચવા માટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે બોન્ડ ખરીદવાની જાહેરાત કરી છે. આગામી 2 અઠવાડિયા માટે જરૂરિયાત મુજબ બોન્ડ્સ ખરીદશે.


યુરોપિયન બજારોમાં તેજી


યુરોપિયન શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી. તમામ મુખ્ય શેરબજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.36 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.19 ટકા અને લંડનનું શેરબજાર 0.30 ટકાના વધારા સાથે બંધ થયું હતું.


એશિયન માર્કેટમાં તેજીની ચાલ


એશિયાના મોટાભાગના શેરબજારો આજે તેજી સાથે ખુલ્ધાયા છે અને લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.98 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.88 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 1.01 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી 1.73 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.