Stock Market Today: ગઈકાલના કડાકા બાદ આજે ભારતીય સ્ટોક માર્કેટમાં તેજી સાથે શરૂઆ થઈ છે અને બજારમાં તહેવારનો મૂડ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સની શરૂઆત લગભગ 300 પોઈન્ટના વધારા સાથે થઈ છે અને નિફ્ટીએ 100થી વધુ પોઈન્ટની તેજી સાથે શરૂઆત કરી છે. પ્રી-ઓપનિંગમાં જ માર્કેટમાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા હતા અને નિફ્ટી 100 પોઈન્ટ ઉછળતો જોવા મળ્યો હતો.


બજાર કેવી રીતે ખુલ્યું


આજના કારોબારમાં બીએસઈના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 287 પોઈન્ટના ઉછાળા સાથે 58259 ના સ્તર પર ખુલવામાં સફળ થયા છે. બીજી તરફ એનએસઈનો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 101 અંક વધીને 17414 ના સ્તર પર ખુલ્યો છે.


આજે બજારમાં ચોતરફી તેજી જોવા મળી રહી છે. બેંક અને નાણાકીય શેરોમાં સારી ખરીદી છે. નિફ્ટી પર, બંને સૂચકાંકો લગભગ 1 ટકા વધ્યા છે. ઓટો ઈન્ડેક્સમાં પણ 1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને એફએમસીજી ઈન્ડેક્સ પણ વધ્યા હતા. હાલમાં સેન્સેક્સ 392 પોઈન્ટ વધીને 58,364.94 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 126 અંક વધીને 17438ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી. સેન્સેક્સ 30ના 29 શેર લીલા નિશાનમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


સેન્સેક્સમાં આજે ઉછળનારા સ્ટોક


સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી અને એનટીપીસીની સાથે એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ સૌથી વધુ વધ્યા છે. ભારતી એરટેલ અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના નામો ઘટી રહેલા શેરોમાં છે.


સેક્ટોરલ ઇન્ડેક્સ


આજે PSU બેન્ક ઈન્ડેક્સ 1.80 ટકા ઉપર છે. મેટલ 1.54 ટકા અને ઓટો ઇન્ડેક્સ 1.43 ટકા ઉપર છે. મીડિયા શેરોમાં 1.34 ટકાની મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. રિયલ્ટી સેક્ટર 1.50 ટકાની વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. ઓઇલ એન્ડ ગેસમાં 1.24 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.22 ટકાના દરે ટ્રેડિંગ ચાલી રહ્યું છે.


સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ


આજના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સના તમામ 30માંથી 29 શેર મોમેન્ટમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ભારતી એરટેલનો શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીના 50 માંથી 49 શેર મોમેન્ટમ સાથે કારોબાર કરી રહ્યા છે. અહીં પણ ભારતી એરટેલ ડાઉન છે.


પ્રી-ઓપનિંગમાં બજારનું ચિત્ર સારું


SGX નિફ્ટી 17452ના સ્તરે છે અને તેમાં 71.50 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. NSE નો નિફ્ટી 102 પોઈન્ટ વધીને 17415 ના સ્તરે અને BSE સેન્સેક્સ 287 પોઈન્ટ વધીને 58259 ના સ્તર પર છે.