નવી દિલ્હીઃ રાંધણગેસના સબસિડીવાળી સિલિન્ડરની કિંમતમાં 2.08 રૂપિઆ અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 42.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવો વધારો સતત ત્રણ મહિના સુધી ઘટાડો કર્યા બાદ કરવામાં આવ્યો છે. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં આ જાણકારી આપી. કંપનીનું કહેવું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં વધારાને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં 1 માર્ચથી 14.2 કિલોગ્રામની સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 495.61 રૂપિયા થશે, હાલ 493.53 રૂપિયા છે. જ્યારે સબસિડી વગરનો સિલિન્ડર હવે 701.50 રૂપિયાનો થશે. 1 ડિસેમ્બરે સબસિડીવાળા સિલિન્ડર પર 6.52 રૂપિયા અને 1 જાન્યુઆરીએ 5.91 રૂપિયાની ઘટાડો કરવામાં આવ્યો હતો.