નવી દિલ્હી: સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં પોતાનુ પ્રથમ BS6 ટુ-વ્હીલર Suzuki Access 125 ભારતમાં લોન્ચ કર્યુ છે. Suzuki Access 125ની એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 64,800 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્કૂટર ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.


BS6 Suzuki Access 125ના બેસ મોડેલની કિંમત 6500 રૂપિયા વધી ગઇ છે. એન્જિનના નવા એમિશન નોર્મ્સને અનુરૂપ બનાવવા ઉપરાંત સ્કૂટરમાં નવા ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. BS6 મોડલ સુઝુકી ઇકો પર્ફોર્મન્સ ટેકોનોલોજીની મદદથી 6,750 rpm પર 8.7 PS પાવર અને 5500 rpm પર 10 Nmનો ટૉર્ક જનરેટ કરશે.



BS6 Suzuki Access 125ના સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં અલોય ડ્રમ બ્રેક અને સ્ટીલ ડ્રમ બ્રેક ઓપ્શન છે. આ વેરિએન્ટ 5 કલર્સમાં ઉપલબ્ધ થશે. સ્પેશિયલ એડિશન વેરિએન્ટ એલોય ડિસ્ક બ્રેક અને અલોય ડ્રમ બ્રેકમાં ઉપલબ્ધ થશે અને તેમાં 4 કલર મળશે.

Access 125ના નવા ફિચર્સ અંતર્ગત ડિજિટલ મીટરમાં ઇકો આસિસ્ટ ઇલ્યૂમિનેશન, ફ્યૂલ ઇંજેક્શન એન્જિન, એક્સટર્નલ ફ્યૂલ રિફિલિંગ લીડ અને એલઇડી હેડલેંપ સામેલ છે. Access 125 BS-VIમાં લોન્ગ સીટ, એનલાર્જ્ડ ફ્લોરબોર્ડ અને વધુ અંડર સીટ સ્ટોરેજ મળશે. આ મોડલમાં કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ પણ મળશે.