Swiggy IPO: ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ તેના IPOનો પ્રાઇસ બેન્ડ નક્કી કરી લીધો છે. કંપનીએ 6 નવેમ્બર 2024ના રોજ ખૂલનારા IPO માટે 371-390 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ ફિક્સ કર્યો છે. સ્વિગીનો IPO 6 નવેમ્બર 2024ના રોજ ખૂલશે અને રોકાણકારો 8 નવેમ્બર 2024 સુધી આ IPOમાં અરજી કરી શકશે.
371-390 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ!
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સ્વિગી 390 રૂપિયાના ઇશ્યુ પ્રાઇસ પર IPOમાં 11,700 કરોડ રૂપિયા એકત્રિત કરશે. પ્રોસસ અને સોફ્ટબેંક સમર્થિત સ્વિગીનો IPO 6-8 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. 5 નવેમ્બરના રોજ એંકર રોકાણકારો માટે IPO ખુલ્લો રહેશે. સ્વિગીના IPOનું કદ 11,700 કરોડ રૂપિયા છે જેમાં 4500 કરોડ રૂપિયા નવા શેર્સ જારી કરીને એકત્રિત કરશે જ્યારે બાકીની રકમ 6800 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ દ્વારા એકત્રિત કરવામાં આવશે.
11.3 બિલિયન ડોલર વેલ્યુએશન છે ટાર્ગેટ
ઇશ્યુ પ્રાઇસના હિસાબે કંપનીએ 11.3 બિલિયન ડોલર વેલ્યુએશનનું લક્ષ્ય રાખ્યું છે. પહેલા કંપની 15 બિલિયન ડોલર વેલ્યુએશનનું ટાર્ગેટ લઈને ચાલી રહી હતી. પરંતુ હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના મેગા IPOની નિરાશાજનક લિસ્ટિંગ અને શેર બજારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ઉતાર ચઢાવ પછી સ્વિગીએ તેના IPOનું વેલ્યુએશન ઘટાડી દીધું છે. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના 27856 કરોડ રૂપિયાના IPO પછી વર્ષ 2024માં ભારતીય શેર બજારમાં આવનારી બીજી સૌથી મોટી IPO હશે. સ્વિગીની લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જ પર 13 નવેમ્બર 2024ના રોજ થઈ શકે છે. સપ્ટેમ્બર 2024માં શેર બજારના રેગ્યુલેટર સેબીએ સ્વિગીને IPO લોન્ચ કરવાની મંજૂરી આપી હતી.
ક્રિકેટરથી લઈને ફિલ્મી હસ્તીઓએ કર્યું રોકાણ
સ્વિગીના IPO લોન્ચિંગ પહેલા ક્રિકેટથી લઈને ઘણી ફિલ્મી હસ્તીઓએ સ્વિગીના શેર ખરીદ્યા છે જેમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનથી લઈને ટીમ ઇન્ડિયાના મિસ્ટર ડિપેન્ડેબલ રહેલા રાહુલ દ્રવિડ રોકાણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત માધુરી દીક્ષિત, કરણ જોહરે પણ IPO આવ્યા પહેલા સ્વિગીના શેર ખરીદ્યા છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના ચેરમેન રામદેવ અગ્રવાલ પણ સ્વિગીમાં હિસ્સેદારી ખરીદી ચૂક્યા છે.
2014 માં સ્થપાયેલ, સ્વિગી તેની વેબસાઇટ અનુસાર, વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા દેશમાં ફૂડ ડિલિવરી માટે દેશભરમાં 200,000 થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે કામ કરે છે.
કંપનીના પ્રતિસ્પર્ધીઓમાં ઝોમેટો લિમિટેડ અને ટાટા ગ્રૂપની બિગબાસ્કેટ દેશના ઝડપથી વિકસતા ઝડપી વાણિજ્ય ક્ષેત્રમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે સ્વિગી તેના IPOની કિંમત 390 રૂપિયા પ્રતિ શેર રાખવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ
રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?