Swiggy IPO Listing: ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની સ્વિગી 8 ટકાના ઉછાળા સાથે 420 રૂપિયા પર લિસ્ટ થઈ છે. કંપનીએ 390 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ પર બજારમાંથી નાણાં એકત્ર કર્યા હતા. સ્વિગી NSE પર 7.69 ટકાના પ્રીમિયમ પર 420 રૂપિયા પર લિસ્ટેડ છે. જ્યારે સ્વિગી BSE પર 5.64 ટકાના ઉછાળા સાથે 412 રૂપિયા પર લિસ્ટ થઈ છે.
સ્વિગી પર આવ્યો બ્રોકરેજ રિપોર્ટ
સ્વિગી સ્ટોકના લિસ્ટિંગને લઈને બે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ બહાર આવ્યા છે. જેએમ ફાઇનાન્શિયલએ 470 રૂપિયાના ટાર્ગેટ પર સ્વિગીના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે, ફૂડ ડિલિવરીમાં બે કંપનીઓના વર્ચસ્વને કારણે વૃદ્ધિ અને નફો સતત વધશે. સ્વિગીના ઇન્સ્ટમાર્ટમાં આગળ વધવાની અપાર સંભાવના છે. આવી સ્થિતિમાં સ્વિગીમાં અપસાઇડ જોવા મળી શકે છે. જો કે, બ્રોકરેજ હાઉસે કહ્યું કે જો તેને Zomato અને Swiggy વચ્ચે પસંદગી કરવી હોય તો તે Zomato પસંદ કરશે. જો કે, Macquarieએ 325 રૂપિયાના ટાર્ગેટ પર સ્ટોક વેચવાની સલાહ આપી છે.
સ્વિગી આઇપીઓ માત્ર 3.59 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો
સ્વિગીએ IPO દ્વારા 11700 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. 11,700 કરોડ રૂપિયાના IPOમાં નવા શેર જાહેર કરીને 4500 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે જ્યારે ઓફર ફોર સેલ દ્વારા 6800 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે બજારમાં ખરાબ મૂડને કારણે સ્વિગીનો IPO માત્ર 3.59 ગણો સબસ્ક્રાઇબ થઈ શક્યો હતો. સ્વિગીનો IPO 6-8 નવેમ્બર 2024 સુધી ઓપન રહ્યો હતો.
સ્વિગીની તેની હરીફ કંપની ઝોમેટોની સરખામણીમાં સ્ટોક એક્સચેન્જમાં નિરાશાજનક લિસ્ટિંગ છે. ઝોમેટોએ 76 રૂપયાની ઇશ્યૂ કિંમતે નાણાં એકત્ર કર્યા હતા અને શેર 53 ટકાના ઉછાળા સાથે લિસ્ટ થયો હતો. હાલમાં Zomatoનો શેર 257 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે છેલ્લા સવા ત્રણ વર્ષોમાં Zomatoએ તેના શેરધારકોને લગભગ 240 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.