વાસ્તવમાં, કંપનીએ પોતાના જાહેરાતમાં એક પરિવારને દર્શાવો હતો જે બે અલગ અલગ ધર્મોને માને છે. તનિષ્કની 43 સેકન્ડની જાહેરાતમાં એક મુસ્લિમ સાસુ હિંદુ ગર્ભવતી મહિલાની બેબી શાવર માટે લઈ જાય છે. બાદમાં લોકોને ખબર પડે છે કે, મહિલા ગર્ભવતી મહિલાની સાસુમા હતા. ગર્ભવતી મહિલા સવાલ કરે છે કે, “શું તમે આ રિવાજ નથી પાળતા ?” તેના પર સાસુમા જવાબ આપે છે , દિકરીઓને ખુશ રાખવાની પરંપરા તમામ ઘરોમાં હોય છે. આ જાહેરાતને લઈ કંપની પર લવ જેહાદ અને ધર્મને લઈને અનેક આરોપ લાગ્યા. વિવાદ વધતા કંપનીએ જાહેરાત પરત લઈ લીધી હતી.
જો કે, મોટી સંખ્યામાં લોકોએ આ જાહેરાતને સમર્થન પણ આપ્યું. કેટલાક બ્રાન્ડ કંસ્લટેન્ટ્સનું કહેવું છે કે, કંપનીઓનું કામ સાંપ્રદાયિક સદભાવનાને વધારવાનું છે. તેમણે આ પ્રકારની જાહેરાત ઉતારતા પહેલા સમજી વિચારીને નિર્ણય લેવો જોઈતો હતો. કંપનીઓ આ પ્રકારના મૂલ્યમાં વિશ્વાસ રાખે છે તો જાહેરાત પરત નહોતી લેવી જોઈતી. આ રીતે બ્રાન્ડ લોયલ્ટીને ઝટકો લાગી શકે છે.
ટાઈનના શેર ગગડતા જાહેરાતને પરત લીધી
આ વિવાદના કારણે 14 ઓક્ટોબરે માર્કેટ બંધ થાય ત્યાં સુધી શેરની કિંમતમાં ઘણો ઘટાડનો નોંધાયો હતો તે સમયે 32.40 એટલે કે 2.58 ટકા ગબડીને 1224.35 પર પહોંચી ગઈ હતી આ પહેલા 13 ઓક્ટોબરે પણ થોડો ઘટાડો આવ્યો હતો. જો કે, ટ્વિટર ટ્રેન્ડ થતા તનિષ્કે જાહેરાત પરત લઈ લીદી કારણ કે તહેવારોની સીઝન છે અને તેમાં જ્વેલરીના વેચાણ પર અસર પડી શકે છે.