Tech Sector Layoffs: ટેક સેક્ટરમાં છંટણી થમવાનું નામ લેતી નથી. આ સેક્ટર સાથે જોડાયેલી મોટી કંપનીઓમાં એક વાર ફરી મોટા પાયે છંટણી જોવા મળી રહી છે. ઇન્ટેલ, સિસ્કો, આઈબીએમ સહિત નાની ટેક સ્ટાર્ટઅપ કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં લગભગ 27,000 છંટણીઓ કરી છે. 2024માં 422 કંપનીઓએ લગભગ 136000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
ઇન્ટેલે જાહેરાત કરી છે કે તે 15,000 નોકરીઓની સંખ્યા ઘટાડવા જઈ રહી છે જે તેના કુલ વર્કફોર્સના લગભગ 15 ટકા છે. કંપનીએ 2025 સુધીમાં 10 અબજ ડોલરના ખર્ચમાં કાપ મૂકવાનો લક્ષ્ય રાખ્યો છે. નોકરીઓની સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય તેનું જ પરિણામ છે. કંપનીના સીઈઓ પેટ ગેલસિંગરે રેવન્યુ વધવાની ધીમી ગતિથી લઈને, વધુ ખર્ચ અને ઘટતા નફાને ખરાબ નાણાકીય પરિણામો માટે જવાબદાર ઠેરવ્યા છે.
એક અન્ય મોટી ટેક કંપની સિસ્કોએ પણ તેના ગ્લોબલ વર્કફોર્સને 7 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે જેનાથી લગભગ 6000 કર્મચારીઓની રોજગારી પર અસર પડી શકે છે. 2024માં આ બીજો પ્રસંગ છે જ્યારે સિસ્કો આ પ્રમાણમાં કર્મચારીઓની છંટણી કરવા જઈ રહી છે. આઈબીએમ ચીનમાં તેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધા બંધ કરવા જઈ રહી છે. આના કારણે આઈબીએમે 1000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આઈટી હાર્ડવેર માંગમાં આવેલી ઘટના કારણે કંપનીઓને આ નિર્ણય લેવો પડ્યો છે. એપલે પણ તેના સર્વિસિસ ડિવિઝનમાંથી તાજેતરમાં લગભગ 100 કર્મચારીઓને બહાર કાઢી દીધા છે.
એક્શન કેમેરા ઉત્પાદક કરનારી ગોપ્રોએ 15 ટકા સુધી વર્કફોર્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે જેના કારણે 2024ના અંત સુધીમાં 140 લોકોની છંટણી થવાની સંભાવના છે. આ જ વર્ષે એપલે સ્પેશિયલ પ્રોજેક્ટ્સ ગ્રુપમાં કેટલાક પ્રોજેક્ટ્સ બંધ થવાને કારણે 600 લોકોની છંટણી કરી હતી. કંપનીએ જાન્યુઆરી 2024માં 121 સદસ્યોની AI ટીમને વિસર્જિત કરી દીધી હતી. ડેલ ટેક્નોલોજીસે પણ ગ્લોબલ વર્કફોર્સના લગભગ 10 ટકા એટલે કે 12,500 કર્મચારીઓની છંટણી કરી છે. 2023માં આઈટી કંપનીઓમાં છંટણીઓમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જેનો સિલસિલો 2024માં પણ ચાલુ છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં ગુટકા, તમાકુ અને પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો
વિન્ડો-વેબસાઈટ છોડો, હવે એક કોલ પર પણ બુક કરાવી શકાશે ટ્રેનની ટિકિટ, IRCTC લાવી એકદમ નવી સિસ્ટમ