નવી દિલ્હીઃ ભારતમાં નવા વર્ષે એટલે કે 2021માં ઇલેક્ટ્રિક કારની એન્ટ્રી થઇ જશે. અમેરિકાની સૌથી બ્રાન્ડ ટેસ્લા ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. કેમકે ટેસ્લા ભારતમાં પોતાના મૉડલ 3 ઇવી કારનુ બુકિંગ શરૂ કરવાનુ વિચારી રહી છે. ટેસ્લા આગામી મહિને જાન્યુઆરી 2021 સુધી સત્તાવાર રીતે ભારતમાં પ્રવેશની તૈયારીમાં છે.

રિપોર્ટ પ્રમાણે ટેસ્લા મૉડલ 3 માટે પ્રી-બુકિંગ ઓપન થશે અને પછી જૂન કે Q1 2021-2022ના એન્ડ સુધી કાર માટે ડિલીવરી શરૂ કરી દેશે.

રિપોર્ટ પ્રમાણે ટેસ્લાએ કારનુ બુકિંગ આગામી મહિને શરૂ કરવા અને 2021-22ની પહેલી ત્રિમાસિકના અંત સુધી ડિલીવરી શરૂ કરી દેવાની યોજનાને સીલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કંપનીની વર્ષ 2016માં ભારતમાં પ્રવેશ કરવાની યોજના હતી.

રિપોર્ટ પ્રમાણે, ટેસ્લા પુરેપુરી કારની આયાત કદાચ ચીનથી કરશે અને તેને ઓનલાઇન જ વેચશે. ડિલરશીપના માધ્યમથી કારોનુ વેચાણ નહીં થાય. એ અફવા છે કે કારની કિંમત 55 લાખ રૂપિયા હોઇ શકે છે. કારમાં 500 કિલોમીટર સુધીની રેન્જ અને 162 કિમી પ્રતિ કલાકની ટૉપ સ્પીડ છે. આ 3.1 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાક પણ હોઇ શકે છે. જોકે આના વિશે હજુ કંપનીએ કોઇ સત્તાવાર સ્પષ્ટતા નથી કરી.