CNG Price Down: દેશભરમાં ઝડપથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે 1 એપ્રિલે તમને થોડી રાહત મળી શકે છે. દરરોજ વધી રહેલી મોંઘવારી વચ્ચે 1લીએ CNGના ભાવમાં ઘટાડો થશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રહેતા લોકોને આનો લાભ મળશે.
1 એપ્રિલથી ભાવ ઘટશે
મહારાષ્ટ્ર સરકારે CNG પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે 1 એપ્રિલથી CNG પરના વેટમાં ધરખમ ઘટાડો કરવામાં આવે.
3 ટકા લાગશે વેટ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હાલમાં CNG પર 13.5 ટકાના દરે વેટ વસૂલવામાં આવે છે, પરંતુ 1 એપ્રિલથી સરકાર તેમાં 10.5 ટકાનો ઘટાડો કરશે એટલે કે CNG પર હવે માત્ર 3 ટકા વેટ વસૂલવામાં આવશે.
બજેટમાં કરી હતી જાહેરાત
11 માર્ચે મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે બજેટમાં CNG પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે નવી કિંમતો 1 એપ્રિલથી લાગુ થશે.
જાણો શું છે નવા ભાવ?
મુંબઈમાં અત્યારે CNGના ભાવની વાત કરીએ તો, તે રૂ. 66 પ્રતિ કિલો છે, જ્યારે PNGનો દર રૂ. 39.50 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm) છે.
રાજધાનીમાં CNGના દરમાં વધારો
દેશની રાજધાનીમાં CNGની કિંમતમાં 50 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં CNGની કિંમત 57.51 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની કિંમતમાં 1 રૂપિયાનો વધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ 80 પૈસા અને ડીઝલ 70 પૈસા મોંઘું મળવાનું શરૂ થઈ જશે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી જશે. અહીં પેટ્રોલ 100.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. આ પહેલા ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. છેલ્લા આઠ દિવસમાં સાતમી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
અન્ય મુખ્ય શહેરમાં પેટ્રોલનો ભાવ
કોલકાતામાં આજે પેટ્રોલ 108.01 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 108.53 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. કોલકાતામાં ડીઝલ 93.57 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. ચેન્નાઈની વાત કરીએ તો આજે એક લિટર પેટ્રોલ 104.43 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 104.90 રૂપિયા અને ડીઝલ 95.00 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.