Know about Your Pan PAN Card પર 10 આલ્ફાન્યૂમેરિક અક્ષરો લખેલા હોઈ છે. અંગ્રેજીમાં લખેલ આ અક્ષરો અને સંખ્યાઓથી બનેલો આ નંબર ખૂબ જ ખાસ છે અને તેમાં અનેક પ્રકારની વિશેષ માહિતી નોંધાયેલી છે. આવો જાણીએ તેની પાછળ શું રહસ્ય છુપાયેલું છે.


પાન કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે નાણાકીય વ્યવહારોમાં થાય છે. આ સિવાય તે આઈડી કાર્ડનું પણ કામ કરે છે. બેંક વ્યવહારો માટે પણ PAN જરૂરી છે. તમારો કાયમી એકાઉન્ટ નંબર PAN કાર્ડમાં નોંધાયેલ છે. આ નંબર તમારા નાણાકીય વ્યવહારો સાથે પણ જોડાયેલો છે. તેમાં ઘણી બધી માહિતી છે જે આવકવેરા વિભાગ માટે જરૂરી છે. 10 અંકોની આ સંખ્યામાં કેટલાક અંગ્રેજી અક્ષરો અને તો કેટલાક અંકો લખેલા હોઈ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓનો અર્થ શું છે? વાસ્તવમાં, તમારી સંપૂર્ણ નાણાકીય આ સંખ્યાઓમાં રેકોર્ડ કરવામાં આવે છે. આવો, અમે તમને જણાવીએ કે તમારા PAN નંબરમાં શું રહસ્ય છુપાયેલા છે.


શું છે PAN Cardમાં લખેલ 10 આલ્ફાન્યુમેરીક નંબરનો અર્થ?


પાન કાર્ડ નંબરના પ્રથમ ત્રણ અંક અંગ્રેજી અક્ષરો છે. તમારા PAN Cardમાં AAA થી ZZZ સુધી કોઈ  પણ અક્ષરો હોઈ શકે છે, જે આવકવેરા વિભાગ નક્કી કરે છે કે આ ત્રણમાંથી કયો અંક તમારા PAN માં હશે. PAN નો ચોથો અક્ષર પણ અંગ્રેજીમાં છે અને તે આવકવેરાદાતાની સ્થિતિ દર્શાવે છે. અહીં P, C, H, A, T આમાંથી કોઈપણ અક્ષર હોઈ શકે છે.


ચોથો અક્ષર મહત્વપૂર્ણ છે
ચોથો અક્ષર  જણાવે છે કે કાર્ડ ધારક કોણ છે. તેનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે


P - એક વ્યક્તિ માટે 


C - કંપની માટે 


H - હિન્દુ અવિભાજિત પરિવાર માટે 


A - લોકોના જૂથ માટે A


B - ફોર બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ (બીઓઆઈ)


G - સરકારી એજન્સી માટે 


J - કૃત્રિમ જ્યુડિશિયલ વ્યક્તિ માટે 


L - સ્થાનિક સંસ્થાઓ માટે 


F - ફર્મ / લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) માટે


T - ટ્રસ્ટ માટે 


પાન કાર્ડનો પાંચમો અક્ષર પણ અંગ્રેજીનો છે. તે કાર્ડ ધારકની અટક (જાતિ) અનુસાર નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ , પાન કાર્ડમાં 4 અંક (નંબર) લખવામાં આવે છે. આ નંબર 0001 થી 9999 સુધીમાં કોઈપણ હોઈ શકે છે. પાન કાર્ડ પર નોંધાયેલા આ નંબરો હાલમાં આવકવેરા વિભાગમાં ચાલી રહેલી શ્રેણીને દર્શાવે છે. દસ અંકોના અંતે આલ્ફાબેટીક ચેક ડિજિટ હોય છે. તે કોઈપણ અક્ષર હોઈ શકે છે.