Good Bye 2022: વર્ષ 2022 પૂરું થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ચાલુ વર્ષે ઉદ્યોગ જગતના ઘણા અગ્રણીઓનું નિધન થયું.


રાહુલ બજાજ 


દેશના માધ્યમ વર્ગના લોકો જેમના સ્કૂટર વાપરીને મોટરકાર કરતા પણ વધારે ગૌરવ અનુભવતા હતા, એવા બજાજ ઓટોના મોભી રાહુલ બજાજનું મૃત્યુ ફેબ્રુઆરી 2022ના રોજ થયું. માત્ર 1 કરોડના શેર ભારણા થકી ઉદ્યોગ શરુ કરનાર બજાજ જૂથની કંપનીઓનું તેમના મૃત્યુ સમયે બજાર મૂલ્ય 8.59 લાખ કરોડ હતું. 


પલોનજી મિસ્ત્રી 


બાંધકામ ક્ષેત્રની આગ્રણી કંપની શાપૂરજી પલોનજી ગ્રુપના માલિક અને દેશના સૌથી ધનિક ઉદ્યોગગૃહ ટાટા જૂથના સૌથી મોટા શેરહોલ્ડર એવા પલોનજી મિસ્ત્રીએ દેશને બાંધકામ ક્ષેત્રે કેટલાક સીમાચિન્હ આપેલા છે. તેમણે માત્ર ભારત જ નહીં પણ એશિયામાં પણ કેટલાક ઉત્તમ બાંધકામ ઉભા કર્યા હતા.


રાકેશ ઝુનઝુનવાલા 


ભારતીય શેર બજારમાં છેલ્લા 2 દાયકાઓમાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવેલા રાકેશ  ઝુનઝુનવાલાને લોકો બિગ બુલ તરીકે પણ ઓળખતા હતા. 5 હજાર રૂપિયાથી શરુ કરેલો તેમનો શેરનો પોર્ટફોલિયો મૃત્યુ સમયે રુ 40,000 કરોડ કરતા પણ વધુ હતો. કેટલાક લોકો માટે ઝુનઝુનવાલા ભારતના વોરેન બફેટ પણ હતા. 


ડો અભિજિત સેન


ભારતીય ગ્રામીણ અને કૃષિ અર્થતંત્રના કેટલાક વિચક્ષણ વ્યક્તિમાંથી એક એટલે ડો અભિજિત સેન. 10 વર્ષ સુધી આયોજન પાંચમાં કામ કરનાર પદ્મ ભૂષણ અવોર્ડથી સન્માનિત ડો સેનની ફોર્મ્યુલા અને અભ્યાસના આધારે ભારત સરકારે વર્ષ 1997થી ટેકાના ભાવની ફોર્મ્યુલા બનાવી હતી.


સાયરસ મિસ્ત્રી 


સાયરસ મિસ્ત્રીએ પણ બાંધકામ,એન્જીનીયરીંગમાં પોતાની કામગીરી શરુ કરી હતી. સાયરસ મિસ્ત્રી વર્ષ 2012માં દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ ટાટા સન્સના ચેરમેન પદે નિયુક્ત થયા હતા. સાયરસ મિસ્ત્રીનું નિધન ગુજરાતની મુલાકાતથી પરત આવતા મુંબઈ નજીક એક કાર અકસ્માતમાં થયું હતું.


ડો જે જે ઈરાની 


ઉદારીકરણ પછી દેશના સ્ટીલ ઉદ્યોગની દિશા અને તેને ભવિષ્યના પડકારો માટે સૌથી વધુ યોગદાન આપનાર ડો જે જે ઈરાની હતા. આ ઉપરાંત ભારત સરકારે વર્ષ 1956ના જુના કંપની કાયદામાં ફેરફાર કરવા માટે સ્થાપેલી કમિટી અને જેનો ભલામણથી નવો કાયદો દેશને મળ્યો તેના અધ્યક્ષ પણ ડો જે જે ઈરાની જ હતા.


તુલસી તંતી 


દેશની સૌથી જૂની, સૌથી મોટી વિન્ડમિલ બનાવતી કંપનીના સ્થાપક તુલસી તંતીના 27 વર્ષ લાંબા સંઘર્ષમય ઉદ્યોગ સાહસિક તુલસી તંતીના જીવનનો અંત પણ આ વર્ષે જ જોવા મળ્યો હતો. તુલસીભાઈ અમદાવાદથી ફ્લાઈટમાં પૂના જવા રવાના થયા હતા ત્યાં ઉતરાયણ પછી ઘરે જતા રસ્તામાં તીવ્ર હાર્ટ એટેક આવતા તેઓ મૃત્યુ પામ્યા હતા.