Post Office Scheme:  તમારી પાસે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વિશેની માહિતી છે, પરંતુ તમને લાગે છે કે તમારે જાતે જ જઈને તેમાં પૈસા જમા કરાવવા પડતા હોય, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ યોજનાઓમાં પણ કેવી રીતે ઓનલાઈન પૈસા જમા કરાવી શકો છો.


ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં ખોલવવું પડશે ખાતુ


જો તમે PPF અથવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ જેવી પોસ્ટ ઓફિસ નાની બચત યોજનામાં ખાતું ખોલાવ્યું હોય તો તમારે ઓનલાઈન પૈસા જમા કરવા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) માં બચત ખાતું ખોલાવવું પડશે. આના દ્વારા તમે તમારી નાની બચત યોજનાઓમાં ઓનલાઈન પૈસા જમા કરાવી શકો છો.


આ રીતે તમે ઓનલાઈન પૈસા જમા કરાવી શકો છો


સૌ પ્રથમ, તમારે તમારા બેંક ખાતામાંથી કેટલાક પૈસા IPPB ખાતામાં જમા કરાવવા પડશે. આ પછી, IPPBની ઓનલાઈન બેંકિંગ હેઠળ, DOP પ્રોડક્ટ પર ક્લિક કરો અને તે પછી તમારે સંબંધિત ડિપોઝિટ સ્કીમ પસંદ કરવાની રહેશે. આ પછી, RD અથવા PPF અથવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ જેવી કોઈપણ યોજનાના એકાઉન્ટ નંબરની વિગતો આપવાની સાથે ID માહિતી આપવાની રહેશે. આ પછી, બચત યોજનામાં જમા કરાવવાનો સમયગાળો અને રકમ પસંદ કરવાની રહેશે.




આ વાત ધ્યાનમાં રાખો


ડીપોઝિટ સ્કીમ્સ અનુસાર પૈસા જમા કરાવવાનો સમયગાળો દર મહિને, ત્રણ મહિના, છ મહિના અથવા તો વાર્ષિક ધોરણે પણ હોઈ શકે છે. તમારે ત્યાંની બધી સૂચનાઓ ખૂબ કાળજીપૂર્વક વાંચવી પડશે. આ પછી, ઓનલાઈન પેમેન્ટની અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો ચુકવણી સફળ થશે, તો IPPB તમારા ફોન પર SMS દ્વારા તેની માહિતી આપશે.


એપ અને નેટબેંકિંગની સુવિધા ઉપલબ્ધ


આઈપીપીબીની ઓનલાઈન બેંકિંગ દ્વારા અથવા આઈપીપીબીની એપ દ્વારા એપ અને નેટબેંકિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે, તમે ઘરે બેઠા પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં પૈસા જમા કરી શકો છો. આ માટે તમારી પાસે પોસ્ટ ઓફિસની સંબંધિત સેવિંગ સ્કીમનો એકાઉન્ટ નંબર અને પોસ્ટ ઓફિસમાં જમા રકમનો ઓળખ નંબર (DOP ID) હોવો જોઈએ. જેમ બેંકનું ગ્રાહક ID હોય છે, તેવી જ રીતે પોસ્ટ ઓફિસમાં બચત યોજનાઓનું DOP ID હોય છે.