Post Office Scheme: છેલ્લા કેટલાક સમયથી વ્યાજ દરમાં ઘણો વધારો થયો છે. સરકારી યોજનાઓથી લઈને બેંક FD સુધીના વ્યાજમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ હેઠળ વ્યાજમાં વધારો થયો છે. પાંચ વર્ષમાં પાકતી પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝિટ વ્યાજ દર પણ 2023ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.5 ટકાને સ્પર્શી ગયો છે.


જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો પણ પાંચ વર્ષ માટે 7 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ બેંક ફિક્સ્ડ ડિપોઝીટ જેવી જ છે. તમે તેમાં અમુક સમય માટે પૈસા જમા કરી શકો છો અને નિશ્ચિત વળતરના લાભોનો આનંદ માણી શકો છો. આ એક સરકારી સ્કીમ છે, જે રોકાણકારોને ખાતરીપૂર્વકનું વળતર આપે છે અને સંપૂર્ણપણે સલામત છે.


ક્યાં વધુ વ્યાજ મળી રહ્યું છે


જો આપણે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અને બેંક એફડીની સરખામણી કરીએ તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર પાંચ વર્ષ માટે 7.5 ટકા વ્યાજ મળે છે. અન્ય બેંકોમાં, પાંચ વર્ષની એફડી પર ઓછો વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. ચાલો જોઈએ કે ક્યાં કેટલા ટકા વળતર આપવામાં આવે છે.


જાહેર ક્ષેત્રની બેંકમાં પાંચ વર્ષની FD પર રિટર્ન



  • બેંક ઓફ બરોડામાં પાંચ વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ

  • બેંક ઓફ ઈન્ડિયા પાંચ વર્ષની FD પર 6 ટકા વ્યાજ

  • બેંક ઓફ મહારાષ્ટ્ર 5.75 ટકા વ્યાજ

  • કેનેરા બેંક 6.7 ટકા વ્યાજ

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 6.25 ટકા વ્યાજ

  • ઈન્ડિયન બેંક 6.25 ટકા વ્યાજ

  • પંજાબ નેશનલ બેંક 6.5 ટકા વ્યાજ

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 6.5 ટકા વ્યાજ

  • યુનિયન બેંક 6.7 ટકા વ્યાજ ચૂકવી રહી છે


ખાનગી ક્ષેત્રની બેંક એફડીના વ્યાજ દરો


ખાનગી ક્ષેત્રની બેંકોની વાત કરીએ તો, એક્સિસ બેંક પાંચ વર્ષની FD પર 7% વ્યાજ ઓફર કરે છે. બંધન બેંક 5.85 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બીજી તરફ ડીબીએસ બેંક 6.5 ટકા વ્યાજ આપી રહી છે. ડીસીબી બેંક 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. HDFC, ICICI અને IDFC ફર્સ્ટ બેંક 7% વ્યાજ આપી રહી છે. ઇન્ડસઇન્ડ બેન્ક 7.25 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 6.25 ટકા ચૂકવે છે.