Post Office Scheme:  દેશમાં નોકરી કરતા લોકો અને મધ્યમ વર્ગના લોકોને પોસ્ટ ઓફિસની સ્કીમ ખૂબ જ પસંદ  આવે છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ તમને સુરક્ષા અને સાથે સાથે ગેરંટી બન્ને મળે છે. પોસ્ટમાં રોકાણ માટે વિવિધ યોજનાઓ છે પરંતુ તેમાથી કેટલીક યોજનાઓમાં લોકોને સારો લાભ થાય છે. પોસ્ટમાં તમે નાનામાં નાની રકમથી પણ રિકરિંગ ડિપોજીટ ખાતુ ખોલાવી શકો છો. જેમા માત્ર 100 રૂપિયા ભરીને ખાતું ખોલાવી શકાય છે.


રિકરિંગ ડિપોઝિટ પર હાલ કેટલો છે વ્યાજ દર


હાલમાં સરકાર રિકરિંગ ડિપોઝિટ પર 6.2 ટકા વ્યાજને વધારીને 6.5 ટકા કરી દીધુ છે. તમે જે રકમથી આરડી ખોલાવા માંગતા હોય તે રકમથી ખોલાવી શકો છો. તેમાં મેચ્ચોર થવા સુધી તમારે દર મહિને ફિક્સ કરેલી એમાઉન્ટ ભરવી પડતી હોય છે.  


2 હજારની રિકરિંગ ડિપોઝિટ પર મળશે 1,41,983 રૂપિયા


જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને રૂ. 2,000 જમા કરાવો છો, તો તમે વર્ષે રૂ. 24,000 જમા થશે. જો તમે 5 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ કરો  તો તમારા 1,20,000 રૂપિયા જમા થશે. તમને આના પર 21,983 રૂપિયાનું વ્યાજ મળશે એટલે કે મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા મળશે.




3,000 રૂપિયાની રિકરિંગ ડિપોઝિટ પર તમને 2,12,972 રૂપિયા મળશે


એજ પ્રમાણે જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 3,000 રૂપિયા જમા કરાવો તો તમારા વર્ષે 36,000 રૂપિયા જમા થશે. અને તેમા જો તમે 5 વર્ષ માટેની ટર્મ રાખો છો તો લગભગ 1,80,000 રૂપિયા જમા થશે. અને તેના પર તમને  32,972 રૂપિયાનું વ્યાજ મળશે એટલે કે મેચ્યોરિટી પર તમને 2,12,971 રૂપિયા મળશે.


4 હજાર રૂપિયાની રિકરિંગ ડિપોઝિટ પર 2,83,968 રૂપિયા મળશે


જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4 હજાર રૂપિયા જમા કરાવો છો, તો એક વર્ષમાં 48 હજાર રૂપિયા જમા થશે જો તમે 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ કરો છો, તો તમારા 2,40,000 રૂપિયા જમા થશે. અને તેના પર  43,968 રૂપિયાનું વ્યાજ મળશે એટલે કે મેચ્યોરિટી પર તમને 2,83,968 રૂપિયા મળશે. આ રીતે તમે જેટલુ રોકાણ કરો છો તેના પર તમને વ્યાજ મળે છે, અને સાથે સાથે સુરક્ષા પણ મળે છે.


Diclaimer: એબીપી ન્યૂઝ દ્વારા કોઈપણ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial