મુંબઇ: ભારતની અગ્રણી એનર્જી પ્રોવાઈડર કંપની ઇન્ડિયન ઓઇલે ઇન્ડિગોના 6ઇ કા-ચિંગ ક્રેડિટ કાર્ડ ધારકોને રિવોર્ડ આપવા માટે ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગો સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ 6E રિવોર્ડ કા-ચિંગ ક્રેડિટ કાર્ડ ધારકો સમગ્ર ભારતમાં 35,000થી વધારે ઇન્ડિયન ઓઇલ આઉટલેટ્સ પર ઇંધણ ખર્ચ પર 4 ટકા સુધીના ઝડપી રિવોર્ડ પોઇન્ટ્સ હાંસલ કરી શકશે. પોઈન્ટ અર્નિંગ્સ પર કોઈ નિયંત્રણ અને મર્યાદા નહીં હોવાથી, 6E રિવોર્ડ્સ કા-ચિંગ ક્રેડિટ કાર્ડ ધારકો દૈનિક ઇંધણ ખરીદી દ્વારા 6E રિવોર્ડ્સ સાથે મફત ફ્લાઇટ ટિકિટ મેળવી શકે છે.
ઈન્ડિયન ઓઈલના રિટેલ ટ્રાન્સફોર્મેશન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંદીપ મક્કરે જણાવ્યું કે ઈન્ડિગોના 6ઈ રિવોર્ડ્સ સાથે જોડાણ કરીને અમે અત્યંત ઉત્સાહ અનુભવી રહ્યાં છીએ. ગ્રાહકો હંમેશા રિવોર્ડ્સ હાંસલ કરવા ઈચ્છતા હોય છે અને ઈંધણની ખરીદી બદલ વળતર મળતું હોય તો તેનાથી વિશેષ શું હોઈ શકે. ઇન્ડિયન ઓઇલ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય ઉપલબ્ધ બનાવી તેમના અનુભવોમાં પરિવર્તન લાવવામાં માને છે. આ જોડાણથી બંને ભાગીદારો એકબીજાની નિપુણતા અને સંસાધનોના સહિયારા ઉપયોગથી ગ્રાહકોને બહેતર સેવા પૂરી પાડશે. આ ભાગીદારીથી ઇન્ડિયન ઓઇલ અને ઇન્ડિગોને તેમની બ્રાન્ડ પહોંચને વધુ મજબૂત બનાવવામાં અને ગ્રાહકો સાથે જોડાણ વધારવામાં મદદ મળશે."
ઈંધણના તમામ ખર્ચને મફત હવાઈ ટિકિટમાં રૂપાંતરિત કરી શકશે
ઈન્ડિગોના ચીફ કમર્શિયલ ઓફિસર વિલિયમ બોલ્ટરે જણાવ્યું હતું કે, "અમને 6ઈ રિવોર્ડ્સ પ્રોગ્રામ માટે ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરવાનો આનંદ છે, જે ઇંધણ ખર્ચ પર એક્સેલરેટેડ પોઇન્ટ્સ ઉપલબ્ધ બનાવે છે. આ ભાગીદારીથી ઇન્ડિગો 6E રિવોર્ડ્સ પ્રોગ્રામના સભ્યો અન્ય વિશેષ લાભો મેળવવા ઉપરાંત તેમના ઈંધણના તમામ ખર્ચને મફત હવાઈ ટિકિટમાં રૂપાંતરિત કરી શકશે. અમારા નિરિક્ષણ અનુસાર કા-ચિંગ ક્રેડિટ કાર્ડ્સ પર સૌથી વધુ ખર્ચ ઈંધણ માટે થાય છે અને આ ભાગીદારી સાથે ઈન્ડિગો કરિયાણું, ડાઇનિંગ, મનોરંજન, મુસાફરી અને હવે ઇંધણ પરના દૈનિક ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ બનાવશે. અમે અપ્રતિમ અનુભવ પ્રદાન કરવામાં માનીએ છીએ અને આ ભાગીદારી દ્વારા અમે અમારા જોડાણને સતત વધારવાનો પ્રયાસ કરીએ છીએ."