જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે કોર્પોરેટ બાબતોના મંત્રાલયના નિર્ધારિત કાયદા અને પ્રક્રિયાઓ અનુસાર તેની નોંધણી કરાવવી આવશ્યક છે. કોઈ પણ કંપનીની કાયદેસર ઓળખ કરવા અને કોઈ પણ વ્યવસાય કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન કરે તે માટે આ નોંધણી કરવી ફરજિયાત છે. કંપનીની ફરજિયાત નોંધણી સાથે વ્યવસાય માલિકો માટે અન્ય ઘણા લાભો પણ હોય છે, ખાસ કરીને જ્યારે કોઈપણ પ્રાઈવેટ મર્યાદિત કંપનીની નોંધણી કરવામાં આવે છે.
પ્રાઈવેટ લિમિટેડ કંપની એ સૌથી સામાન્ય પ્રકારની વ્યવસાયિક સંસ્થાઓ પૈકી એક હોય છે, જે નાના અને મધ્યમ સંગઠનો માટે એક આદર્શ છે. જો કે, વ્યવસાય માલિકે કોર્પોરેટ બાબતોના મંત્રાલયની પ્રક્રિયા દ્વારા તેમની કંપનીની નોંધણી કરાવવી આવશ્યક છે. આ લેખમાં આપણે પ્રાઈવેટ કંપનીની નોંધણી અંગે ટિપ્સ અને જાણકારી મેળવીશું.
પ્રાઈવેટ લિમિટેડ કંપની શું હોય છે
પ્રાઈવેટ લિમિટેડ કંપની એ એક પ્રકારની વ્યવસાયિક સંસ્થા છે જે મર્યાદિત સંખ્યામાં રહેલા લોકોની માલિકીની હોય છે અને તેમના દ્વારા સંચાલિત હોય છે. આ લોકો કંપનીના ડિરેક્ટર અને શેરધારકો હોય છે અને 100% શેર ધરાવે છે. આ કંપની પ્રાઈવેટ માલિકીની હોવાથી, ડિરેક્ટર અને શેરધારકો તેના શેરનો જાહેરમાં વેપાર કરી શકતા નથી. પ્રાઇવેટ લિમિટેડ કંપનીને મર્યાદિત જવાબદારીનો લાભ મળે છે, જ્યાં શેરધારકો માત્ર કંપનીની લોન અને ઋણ માટે જવાબદાર હોય છે, જેટલી રકમનું તેમણે રોકાણ કર્યું હોય છે અથવા તેઓ કંપનીમાં ફાળો આપવા માટે સંમત થયા હોય છે.
પ્રાઈવેટ કંપનીની નોંધણી અંગે ટિપ્સ અને આંતરદૃષ્ટિ
પ્રાઈવેટ કંપની માટે નોંધણી પ્રક્રિયા અંગે કેટલીક ટિપ્સ અને આંતરદૃષ્ટિ અહીં આપવામાં આવી છે:
નોંધણી કરવાનું કારણ
તમારી કંપનીને પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે નોંધણી કરાવવી એ સમજદારીભર્યું પગલું છે, કારણ કે તેનાથી તેનું એક અલગ જ કાનૂની અસ્તિત્વ ઊભું થાય છે. એકવાર તમે તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની નોંધણી કરાવો, પછી તેના માટે તમે બેંકો અને NBFCs પાસેથી તેમના ઓનલાઈન માર્કેટપ્લેસ અથવા પ્લેટફોર્મ પરથી લોન મેળવી શકો છે. આ ઉપરાંત, કંપની તેના નામે મિલકત પણ રાખી શકે છે અને કોર્ટમાં દાવો પણ કરી શકે છે. કંપનીની નોંધણી કરવાથી તમને મર્યાદિત જવાબદારીના લાભો મેળવવામાં મદદ કરશે, જે તમારા નાણાકીય એક્સપોઝરને મર્યાદિત કરશે.
જરૂરી દસ્તાવેજો
પ્રાઈવેટ લિમિટેડ કંપનીની નોંધણી પ્રક્રિયા માટે ડિરેક્ટરો અને શેરધારકોને કેટલાક દસ્તાવેજો રજૂ કરવાની જરૂર હોય છે. તેમને ઓળખનો પુરાવો, જેમ કે PAN કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ (આમાંથી કોઈપણ એક) પ્રદાન કરવાનું હોય છે. તમારે વીજળી, ટેલિફોન અને મોબાઇલ બિલ જેવા દસ્તાવેજો સબમિટ કરીને સરનામાનો પુરાવો આપવાનો હોય છે. આ નોંધણી અરજીનો અસ્વીકાર ન કરવામાં આવે તે માટે એ ખાતરી કરો કે તમે બધા જ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છે.
DSC અને DIN
પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોંધણી કરાવતા પહેલા, તમારે માન્ય અધિકારીઓ પાસેથી ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે. DSC ને ઓનલાઈન પ્રાઈવેટ લિમિટેડ કંપની નોંધણી ફોર્મ પર ડિજિટલ રીતે સહી કરવાની હોય છે. તમારે ડિરેક્ટર આઈડેન્ટીટી નંબર (DIN) પણ મેળવવાની જરૂર પડશે. તમે DIR-3 ભરીને અથવા SPICe+ ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરીને DIN માટે અરજી કરી શકો છો. કંપનીના ડિરેક્ટરને કાયદેસર રીતે ઓળખવા માટે DIN જરૂરી છે.
SPICe+ ફોર્મ
SPICe+ ફોર્મને સંપૂર્ણ રીતે ભરવા માટે તમારે MCA પોર્ટલની મુલાકાત લેવી જોઈએ. આ ફોર્મનો ઉપયોગ કંપનીની નોંધણી કરવા માટે, DIN, TAN અને PAN અરજીઓ જારી કરવા અને ESIC અને EPFO નોંધણી કરવા માટે થાય છે. તમારે રજિસ્ટર્ડ ઓફિસ સરનામું, ડિરેક્ટરના નામ, શેરની મૂડી, વ્યવસાયિક કામગીરી વગેરે જેવી વિગતો આપવી આવશ્યક છે.
PAN અને TAN
હવે તમારે PAN અને TAN મેળવવા માટે અલગ અરજીઓ ફાઇલ કરવાની જરૂર નથી. જ્યારે તમે SPICe+ ફોર્મ ભરો છો અને સબમિટ કરો છો ત્યારે PAN અને TAN માટેની અરજીઓ આપમેળે જ સબમિટ થઈ જાય છે. એકવાર તે સબમિટ કર્યા પછી, તમને કોર્પોરેટ બાબતોના મંત્રાલય તરફથી કંપનીના સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, PAN અને TAN સાથે એક ઇમેઇલ પ્રાપ્ત થશે.
માર્ગદર્શન
પ્રાઈવેટ લિમિટેડ કંપની નોંધણી પ્રક્રિયામાં ઘણા પરિબળો અને કાયદેસર પગલાઓ હોય છે. જો તમને લાગે કે તમે આ નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે સમજી શકતા નથી, તો કાનૂની સલાહકારનો સંપર્ક કરવો વધુ યોગ્ય છે. કાનૂની સલાહકાર તમને કાયદેસર રીતે આગળ નેવિગેટ કરવામાં મદદ કરશે અને કોઈપણ પ્રકારના અસ્વીકાર વિના તમારી પ્રાઈવેટ લિમિટેડ કંપનીની નોંધણી કરવામાં મદદ કરશે.
નિષ્કર્ષ
પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું વ્યવસાય માળખું એવા લોકો માટે આદર્શ ગણવામાં આવે છે જેઓ નાના અથવા મધ્યમ વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે. જો કે, વ્યવસાયને પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે નોંધણી કરાવવી મહત્વપૂર્ણ છે જેથી તેની કાનૂની ઓળખ મળે અને કાયદેસર રીતે અલગ એન્ટિટીના લાભો પણ મેળવી શકાય. હવે જ્યારે તમે પ્રાઈવેટ લિમિટેડ કંપની નોંધણીની ટિપ્સ અને માહિતી વિશે જાણો છો, તો તમે તમારા વ્યવસાયની વધુ સરળતા સાથે નોંધણી કરાવી શકશો.
Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.