Credit Card: જો કોઇ વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે, તો આ એક બહુજ શાનદાર સુવિધા છે, આના દ્વારા તમે વિના પૈસાથી પણ શૉપિંગ કરી શકો છો. મોટાભાગની બેન્કો અને કંપનીઓ ક્રેડિટ કાર્ડની લિમીટ વ્યક્તિની સેલેરી પર નક્કી કરે છે. જો તમારી સેલીર પહેલાથી વધારે થઇ ગઇ છે, તો તમે પોતાના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારી શકો છો. 


બેન્ક કોઇપણ કસ્ટમરના ક્રેડિટ કાર્ડ લિમીટને ગ્રાહકોની ક્ષમતા અનુસાર, નક્કી કરેછે. તમારી આવક જેટલી વધારે હશે, ક્રેડિટ લિમીટ પણ તેટલી વધારે હશે. બેન્ક ક્રેડિટ લિમીટને ગ્રાહકોના ક્રેડિટ સ્કૉરના આધાર પર જ વધારે છે, ક્રેડિટ સ્કૉરથી એ જાણી શકાય છે કે, તમે પહેલાના ક્રેડિટ કાર્ડ બિલ પે કર્યા છે કે નહીં. આ પછી જ બેન્ક તમારી લિમીટને વધારવા પર વિચાર કરે છે. 


જો તમે પોતાના ક્રેડિટ કાર્ડની લિમીટને વધારવા માંગો છો, તો સૌથી પહેલા આ માટે બેન્ક કે ક્રેડિટ કાર્ડ કંપનીને અરજી કરી શકો છો, આ અરજી તમે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કરી શકો છો. બેન્ક તમારી તમામ ડિટેલ્સને ક્રૉસ ચેક કરશે, આ પછી તમારી જાણકારી યોગ્ય નીકળશે તો તમારા ક્રેડિટ કાર્ડની લિમીટને નક્કી કરવામાં આવશે. 


ક્રેડિટ કાર્ડની લિમીટને વધારતી વખતે ધ્યાન રાખો કે કોઇ બેકારની વસ્તુઓમાં પૈસા ખર્ચ ના કરો, સાથે જ જુના બિલનુ પણ સમયસર ચૂકવણી કરો.


KCC: ખેડૂતો માટે સારા સમાચાર! કિસાન ક્રેડિટ કાર્ડ પર સબસિડી મળતી રહેશે


Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) નાણાકીય વર્ષ 2023 અને 2024 (KCC Interest Subvention) માં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ટૂંકા ગાળાની લોન માટે આપવામાં આવતી સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ નિર્ણય બાદ દરેક ખેડૂતને કૃષિ સંબંધિત કામો માટે 3 લાખ રૂપિયાની લોન મળશે. આ લોન પર ખેડૂતોએ 7 ટકા વ્યાજ ચૂકવવાનું હોય છે. આ 7 ટકામાંથી સરકાર તરફથી 1.5 ટકા સબસિડી મળે છે. બીજી તરફ, જે ખેડૂતો આ લોનની સમયસર ચુકવણી કરે છે તેમને 3 ટકા વ્યાજ દરની છૂટ મળે છે. આવી સ્થિતિમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 લાખની લોન લેવા માટે ખેડૂતોને માત્ર 4 ટકા વ્યાજ દરે લોન મળે છે.