Public Provident Fund: પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ એક શાનદાર સરકારી સ્કીમ છે જેમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરે છે. આ યોજનામાં રોકાણ કરવા તમે બેંક કે પોસ્ટ ઓફીસમાં ખાતુ ખોલાવી શકો છો. એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકી શકાય છે. સરકાર આ યોજનામાં 7.1 ટકાના દરે રિટર્ન આપે છે. આ યોજનમાં વ્યાજ દર ત્રણ મહિને કંપાઉડિંગના આધારે મળે છે.


આ યોજનાનો લોક ઈન પિરિયડ 15 વર્ષનો હોય છે, બાદમાં 5 વર્ષ વધુ વધારી શકાય છે. જો કે કેટલીકવાર કોઈ કારણોના પરિણામે લોક ઈન પિરિયડ પહેલા પણ પીપીએફમાંથી પૈસા ઉપાડવા પડે છે. તમારે સમય પહેલા એકાઉન્ટ બંધ કરવું પડે છે. તો આવો જાણીએ સમય પહેલા એકાઉન્ટ બંધ કરવા માટે શું નિયમ છે.


PPFમાં સમય પહેલા પૈસા ઉપાડવાના નિયમો


તમને જણાવી દઈએ કે, નિયમો અનુસાર જો તમે 2022માં પીપીએફ ખાતું ખોલાવ્યું છે તો તમે ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલા તેમાથી પૈસા નથી ઉપાડી શકતા. પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિમાં તમે પૈસા ઉપાડી શકો છો. આ સાથે પીપીએફ ખાતામાં 15 વર્ષ પૂરા થયા પહેલા તમે બધા પૈસા ઉપાડી શકો છો. પરંતુ જરૂર પડવા પર તમે જમા રકમમાંથી થોડા પૈસા પણ ઉપાડી શકો છો. નિયમ પ્રમાણે પાંચ વર્ષ પહેલા માત્ર એક જ વખત પૈસા ખાતામાંથી ઉપાડી શકાય છે.


આ સાથે આ ખાતામાં તમને લોનની પણ સુવિધા આપવામાં આવે છે. પરંતુ લોન તમને કુલ જમા રકમના 50 ટકા જ મળે છે. આ સાથે આ યોજના હેઠળ જમા પૈસા પર કોઈ પ્રકારનો ટેક્સ લાગતો નથી અને 15 વર્ષની મર્યાદા પૂર્ણ થયા બાદ 100 ટકા પૈસા ઉપાડી શકો છો.