Top 5 Govt Savings Schemes : જો તમે ભારત સરકારની કોઈપણ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે નેશનલ સેવિંગ્સ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, પ્રોવિડન્ટ ફંડ સ્કીમ જેવી યોજનાઓની માહિતી લેવી જોઈએ. સરકારની આ બચત યોજનાઓમાં રોકાણ પાકતી મુદત પર સારું વળતર આપે છે. રોકાણની લઘુત્તમ રકમ પણ વધારે નથી.
રાષ્ટ્રીય બચત યોજના (National Savings Scheme)
વ્યાજ દર: 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2023 - 7.4%
વ્યક્તિ આ સ્કીમમાં 1000 ના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
એકાઉન્ટ 5 વર્ષમાં મેચ્યોર થાય છે.
ખાતાધારક એક કરતાં વધુ ખાતા ખોલાવી શકે છે.
ખાતું એક વર્ષ પછી બંધ કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (Sukanya Samriddhi Account)
વ્યાજ દર : 8%
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ નાણાકીય વર્ષમાં ન્યૂનતમ જમા રકમ 250 રૂપિયા છે અને મહત્તમ જમા રકમ 1.5 લાખ રૂપિયા છે.
10 વર્ષ સુધીની બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે.
ખાતાધારકના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.
ખાતું 21 વર્ષમાં પરિપક્વ થાય છે.
18 વર્ષની ઉંમર બાદ દિકરીના લગ્ન પછી એકાઉન્ટ સમય પહેલા બંધ થઈ શકે છે.
કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra)
વ્યાજ દર: 7.5%
કિસાન વિકાસ પત્ર યોજનામાં ઓછામાં ઓછા રૂ. 1000 અને ત્યારબાદ 100 રુપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.
સ્કીમમાં મહત્તમ ડિપોઝિટની કોઈ મર્યાદા નથી.
સિંગલ એકાઉન્ટને 10 વર્ષની ઉંમર બાદ ખોલી શકાય છે.
આ સ્કીમમાં મેચ્યોરિટી પર પૈસા બમણા થઈ જાય છે.
ખાતું 115 મહિનામાં મેચ્યોર થાય છે.
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ (Post Office Saving Account)
વ્યાજ દર: 4%
તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવી શકો છો, મહત્તમ જમા રકમ પર કોઈ મર્યાદા નથી.
સ્કીમ હેઠળ સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
10 વર્ષની ઉંમર પછી આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે.
ભવિષ્ય નિધિ યોજના (Public Provident Fund Scheme)
વ્યાજ દર: 7.1%
આ યોજના હેઠળ લઘુત્તમ થાપણની રકમ 500 રૂપિયા છે અને નાણાકીય વર્ષમાં મહત્તમ જમા રકમ 1,50,000 રૂપિયા છે.
સ્કીમમાં એકવાર રોકાણ કર્યા પછી તમે 7મા નાણાકીય વર્ષથી દર વર્ષે પૈસા ઉપાડી શકો છો.
જે વર્ષના અંતમાં ખાતું ખોલવામાં આવ્યું હોય ત્યારથી 15 નાણાકીય વર્ષ પૂરા થવા પર ખાતું મેચ્યોર થાય છે.
ડિપોઝિટની રકમ IT એક્ટની કલમ 80-C હેઠળ કપાત હેઠળ આવે છે.