આજકાલ દરેક વ્યક્તિ નાના નાના પેમેન્ટ્સ કરવા માટે UPI અથવા UPI Lite નો ઉપયોગ કરે છે. યુપીઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ લાઈટ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારી છે. બેઠકમાં UPI લાઇટ વોલેટની મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. UPI 123Pay દ્વારા ટ્રાન્જેક્શન મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. UPI લાઇટની પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા પણ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન કરવામાં આવી છે.






UPI 123Pay ફીચર શું છે?


UPI 123Pay એ ફીચર ફોન યુઝર્સ માટે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે. જેઓ સુરક્ષિત અને વિશ્વસનીય રીતે UPI પેમેન્ટનો ઉપયોગ કરી શકે છે. UPI 123Pay દ્વારા ફોન યુઝર્સ ચાર ટેક્નોલોજી વિકલ્પોના આધારે વિવિધ પ્રકારના ટ્રાન્જેક્શન કરી શકે છે. તેમાં IVR નંબર પર કોલ કરવો, ફીચર ફોનમાં એપની કાર્યક્ષમતા, મિસ્ડ કોલ આધારિત અને પ્રોક્સિમિટી સાઉન્ડ આધારિત પેમેન્ટનો સમાવેશ થાય છે.


તમે UPI મારફતે 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવી શકો છો


આ સિવાય રિઝર્વ બેન્કે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પણ વધારી દીધી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.


યુપીઆઈનો ઉપયોગ વધ્યો


PwC ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2028-29 સુધીમાં UPI પર કુલ ટ્રાન્જેક્શન 439 બિલિયન થઈ જશે જે હાલમાં 131 બિલિયન છે. આ દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટમાં 91 ટકાના ઉછાળાની શક્યતા છે.


એનબીએફસીને લઈને આ જાહેરાત કરી છે


આરબીઆઈએ નોન-બિઝનેસ ફ્લોટિંગ રેટ લોન અંગે બેન્કો અને એનબીએફસી માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તેમણે કહ્યું કે બેન્કો અને NBFC બિન-વ્યાપારી ફ્લોટિંગ રેટ લોન પર ફોરક્લોઝર ચાર્જ અને પ્રીપેમેન્ટ દંડ વસૂલ કરી શકતા નથી. દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે બેન્કો અને NBFCની નાણાકીય સ્થિતિ મજબૂત છે. બેન્કો, એનબીએફસીએ વ્યક્તિગત સ્તરે એક્સપોઝરનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો કે, કેટલીક NBFCના ગ્રોથ અંગે ચિંતા છે.


RBI Monetary Policy Meeting: રેપો રેટ પર RBIનો આવી ગયો નિર્ણય, જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?