Stock Market Closing On 30 September 2024: સપ્ટેમ્બર 2024ના છેલ્લા વેપારી સત્રમાં શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આખા મહિના દરમિયાન બજારમાં રહેલા તેજીના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. મહિનાના છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉંધે માથે પટકાયા છે. બેન્કિંગ

  ઓટો સેક્ટરના સ્ટોક અને શેર બજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોની ભારે ઘટાડાને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળી છે. આજનો વેપાર પૂરો થતાં BSE સેન્સેક્સ 1272 અંકના ઘટાડા સાથે 84,299 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 368 અંકના ઘટાડા સાથે 25,811 અંક પર બંધ થયો છે.


રોકાણકારોને 3.70 લાખ કરોડ રૂપિયાનું નુકસાન


શેર બજારમાં જોરદાર ઘટાડાને કારણે આજના સત્રમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ ઘટીને 474.25 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 477.93 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. એટલે કે આજના સેશનમાં રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


સેક્ટોરલ અપડેટ


બજારમાં સૌથી મોટી નફાખોરી બેન્કિંગ શેરોમાં જોવા મળી છે. નિફ્ટી બેન્ક પણ 857 અંક ગગડીને બંધ થયો છે. આ ઉપરાંત ઓટો અને IT સ્ટોક્સમાં પણ ગિરાવટ રહી. ફાર્મા, FMCG, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં પણ વેચવાલી રહી. માત્ર મેટલ્સ અને મીડિયા સ્ટોક્સ તેજી સાથે બંધ થયા. આજના ટ્રેડમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ગિરાવટ જોવા મળી છે.


વિશ્લેષકો માને છે કે શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલી હતી. આજે શેરબજારમાં FIIએ જંગી નફો બુક કર્યો હતો. આ સિવાય આજે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ નીતિગત વ્યાજ દરો પર ભાષણ આપશે. બજારના રોકાણકારોની નજર આજે મોડી રાત્રે તેમના ભાષણ પર છે.


નોંધનીય રીતે, ફેડના અધિકારીઓનું એક જૂથ સમગ્ર સપ્તાહ દરમિયાન બોલવાનું સુનિશ્ચિત કરે છે, અને બજારો નાણાકીય નીતિની દિશા પરના સંકેતો પર નજીકથી નજર રાખે છે. આ સમય દરમિયાન, અમેરિકામાં જોબ ઓપનિંગ્સ, ખાનગી ભરતીઓની સંખ્યા એટલે કે રોજગાર તેમજ ઉત્પાદન અને સેવાઓ પરના ISM સર્વેક્ષણનો ડેટા બહાર પાડવામાં આવશે.


આ પણ વાંચોઃ


ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!