કોરોના કાળના કારણે ગત વર્ષ ઓટો ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યું, જો કે 2021માં ઓટો કંપનીને સારા વેચાણની આશા છે. વેચાણ વધારવા માટે ઓટો કંપની ધમાકેદાર ઓફર આપી રહી છે. બેસ્ટ માઇલેજ માટે જાણીતી કંપની TVS સ્પોર્ટ પર ધમાકેદાર ઓફર આપી રહી છે. જાણીએ શું છે ઓફર
TVSની આ બાઇક બે વેરિયન્ટસમાં અવેલેબલ છે. એક કિક સ્ટાર્ટ છે તો બીજી સેલ્ફ સ્ટાર્ટ છે. સેલ્ફ સ્ટાર્ટ બાઇકની કિંમત 62,950 છે તો કિક સ્ટાર્ટ બાઇકની કિંમત 56,100 રૂપિયા છે. બીએસ 6 રૂલ્સના કારણે બાઇકની કિંમતમાં વધારો કરાયો છે.
શું છે ધમાકેદાર ઓફર
TVS સ્પોર્ટસ બાઇકની બે વેરાયટી અવેલેબલ છે, જેમાં એક કિક સ્ટાર્ટ છે તો બીજી સેલ્ફ સ્ટાર્ટ છે. . સેલ્ફ સ્ટાર્ટ બાઇકની કિંમત 62,950 છે તો કિક સ્ટાર્ટ બાઇકની કિંમત 56,100 રૂપિયા છે. આ બાઇક પર કંપનીઓ 100 ટકા લોનની સુવિધા આપી છે. લોન પર વ્યાજ દર 6.99 રાખ્યું છે. કંપની 5.000ના કેશબેક સાથે 1,555 રૂપિયાના EMIનું ઓપ્શન પણ મળી રહ્યું છે.
સુપર પાવર એન્જિન
TVS સ્પોર્ટસ બાઇકમાં કંપનીએ 109,7ccની ક્ષમતા ધરાવતુ સિંગલ સિલિન્ડરવાળુ એરફૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જેમા 8.29બીએચપીના પાવર અને 8.7એનએમનું ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 4 સ્પીડ ગિયર બોક્સની સાથે તૈયાર કરાયું છે. બાઇકની સ્ટોપ સ્પીડ 90 કિલોમીટરની છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક 75થી 80 કિલોમીટર પ્રતિ લિટર માઇલેજ આપે છે.
બજાજ પ્લેટિના સાથે મુકાબલો
TVS સ્પોર્ટસનો મુકાબલો બજાજ પ્લેટિના સાથે છે. બજાજ ઓટોએ BS6 કમ્પ્લાયન્ટ પ્લેટિના 110 H-GEARના એન્જિનમાં ફેરફાર કરાયો છે. જો કે આ સિવાય કોઇ ખાસ બદલાવ નથી કરાયો. એન્જિનની વાત કરીએ તો BS6 કમ્પ્લાયન્ટ 115cc સિંગલ સિલિન્ડર એરફૂલ્ડ એન્જિન લાગેલું છે. જે 8.44hpનું પાવર અને 9.81NM ટોર્ક આપે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ ધરાવે છે. જો કે આ વખતે BS4ની તુલનામાં BS6 એન્જિન ઓછું પાવરફુલ છે. બજાજ ઓટોએ bs6 કમ્પલાયન્ટ પ્લેટિના 110 H-GEARની કિંમત દિલ્લી એક્સ શો રૂમમાં 59.802 રાખી છે. આ બાઇક માત્ર એક ડિસ્ક બ્રેકમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેમનું ડ્રમ બેક બંધ કરી દીધું છે. BS4 પ્લેટિના 110 H-GEARની સરખામણીમાં નવી પ્લેટિના BS6 Platina 110 H-Gearની કિંમત 3,431 રૂપિયા વધુ છે.
TVSની આ બાઇક પર ધમાકેદાર ઓફર, 5000 કેશ બેક સાથેની બીજી શું છે આકર્ષક સ્કિમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jan 2021 12:31 PM (IST)
TVSની આ બાઇક બે વેરાયટી સાથે અવેલેબલ છે. એક કિક સ્ટાર્ટ છે તો બીજી સેલ્ફ સ્ટાર્ટ છે. આ બાઇક પર શું છે શાનદાર ઓફર આવો જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -