નવી દિલ્હીઃ TVSએ તેની ફ્લેગશિપ બાઇક Apache RR 310ને નવા અવતારમાં લોન્ચ કરી ચે. નવી ટીવીએસ Apache RR 310ની એક્સ શો રૂમ કિંમત 2.27 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી બાઇકમાં સાધારાણ ફેરફાર કરવામાં આવ્યો છે. કિંમત મામલે જૂના મોડલની તુલનામાં નવા મોડલમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી Apache RR 310નો પ્રથમ ગ્રાહક ટીમ ઈન્ડિયાનો સ્ટારે ખેલાડી ધોની બન્યો હતો

સ્લિપર ક્લચથી લેસ

નવી Apache RR 310ને સ્લિપર ક્લચથી લેસ કરવામાં આવી છે. આ ઉપરાંત એક નવી ફેંટમ બ્લેક કલરમાં રજૂ કરવામાં આવી છે. જ્યારે પહેલા તે સામાન્ય બ્લેક કલરમાં ઉપલબ્ધ હતી. નવા કલકમાં અલગ ફિનિશ અને યૂનીક રેડ વાઇટ સ્ટ્રિપ આપવામાં આવી છે.

ધોની પ્રથમ ગ્રાહક

આ બાઇક કંપનીના પસંદગીના ડીલરશિપ પર ઉપલબ્ધ છે.  સ્લિપર ક્લચવાળી નવી બાઇકનો પ્રથમ ગ્રાહક ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની બન્યો હતો. ધોનીએ આ બાઇકને રેસિંગ રેડ કલરમાં ખરીદી છે.

312.2 ccનું લિક્વિડ કૂલ્ડ એન્જિન

આ બાઇકમાં 312.2 cc લિક્વિડ કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 33.52 bhpનો પાવર અને 27.3Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપર ક્લચની સાથે 6 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. સ્લિપર ક્લચ હોવાથી સ્પીડમાં બાઇક ચલાવતી વખતે ઝડપથી ગિયર બદલી શકાય છે.

7.17 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ

અપાચે આરઆર 310ની ટોપ સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનો કંપનીનો દાવો છે. જે 7.17 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ બાઇકમાં મોટું ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર છે, જેમાં સ્પીડોમીટર, ટેકોમીટર, ટ્રિપ મીટર જેવી જરૂરી રીડઆઉટ ઉપરાંત લેંપ ટાઇમર, રેસ ડાયગ્નોસ્ટિક્સ સિસ્ટમ, સ્પીડ રેકોર્ડસ અને લોન્ચ ટાઇમ રેકોર્ડરની સુવિધા છે.


પતંજલિએ નવી ડેરી પ્રોડક્ટ કરી લોન્ચ, બાબા રામદેવે કહ્યું- 23 મેને મોદી દિવસ જાહેર કરવો જોઇએ

ગૌતમ  ગંભીરની જીત આ પાકિસ્તાની ખેલાડીથી સહન ન થઈ, કહ્યું- ‘અક્કલ નથી છતાં લોકોએ મત આપ્યા’

CWCની વાતો બહાર આવવાથી ગેહલોત નારાજ, રાહુલે સમીક્ષા બેઠકમાં સામેલ થવાથી કર્યો ઇન્કાર

અરશદ વારસીએ જાણીતા ક્રિકેટરના નિધનની બોગસ ખબર કરી શેર, લોકોએ કર્યો ટ્રોલ, જાણો વિગત