નવી દિલ્હીઃ યોગગુરુ સ્વામી રામદેવે આજે પતંજલિની નવી ડેરી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. રામદેવે પતંજલિનું ગાયનું ફુલ ક્રીમ દૂધ, ગાયના દૂધની લસ્સી, છાશ (મીઠા વાળી અને મીઠ વગરની), ડબ્બાવાળું દહી લોન્ચ કરી કહ્યું તેમનું દહીં અમૂલ અને મધર ડેરીથી સસ્તું છે. તેમના દહીંનો ભાવ 40 રૂપિયા છે. ઉપરાંત પતંજલિએ ફુલ ક્રીમ દૂધને ટેટ્રા પેકમાં પણ લોન્ચ કર્યું છે. આ દૂધની એક્સપાયરી 6 મહિના છે. આ દૂધની કિંમત 60 રૂપિયા પ્રતિ લીટર છે. અમે 15,000 ખેડૂતો પાસેથી દૂધ લઈ રહ્યા છીએ.
રામદેવે એમ પણ કહ્યું, 23 મે ભારતના રાજકીય ઈતિહાસમાં ગૌરવશાળી દિવસ બની ગયો છે. પ્રચંડ બહુમતથી દેશના લોકોએ મોદી સરકાર બનાવી છે. લોકોએ 50%થી વધારે મત એનડીએ અને મોદીને આપ્યો છે, જે ભારતીય રાજકારણની અભૂતપૂર્વ ઘટના છે. તેથી હું માનું છું કે 23 મે ને મોદી દિવસ કે લોક કલ્યાણ દિવસના રૂપમાં મનાવવો જોઈએ.
રામદેવે કહ્યું, એક ગરીબ પરિવારમાં જન્મેલા, ચા વેચતા નરેન્દ્ર મોદીને સમગ્ર દેશમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે અને પ્રચંડ બહુમતથી 50 ટકાથી વધારે વોટ શેર મેળવ્યો છે. તેણે પોતાના બળે 300 સીટ ભાજપને અપાવી છે, જ્યારે એનડીએ 350થી વધુ સીટો લઇને આવ્યું છે. જે લોકતંત્રમાં લોકોના વિશ્વાસની પરાકાષ્ઠાની દિવસ છે. આ મારો મોદી પ્રત્યે પ્રેમ છે એટલે નથી કહી રહ્યો પરંતુ મોદી પર ભગવાનની કૃપા છે તેથી તેમણે કરોડો લોકોનો વિશ્વાસ હાંસલ કર્યો છે.
ગૌતમ ગંભીરની જીત આ પાકિસ્તાની ખેલાડીથી સહન ન થઈ, કહ્યું- ‘અક્કલ નથી છતાં લોકોએ મત આપ્યા’
CWCની વાતો બહાર આવવાથી ગેહલોત નારાજ, રાહુલે સમીક્ષા બેઠકમાં સામેલ થવાથી કર્યો ઇન્કાર
અરશદ વારસીએ જાણીતા ક્રિકેટરના નિધનની બોગસ ખબર કરી શેર, લોકોએ કર્યો ટ્રોલ, જાણો વિગત
બાબા રામદેવે કહ્યું- 23 મેને મોદી દિવસ જાહેર કરવો જોઇએ
abpasmita.in
Updated at:
27 May 2019 05:49 PM (IST)
રામદેવે એમ , 23 મે ભારતના રાજકીય ઈતિહાસમાં ગૌરવશાળી દિવસ બની ગયો છે. જે ભારતીય રાજકારણની અભૂતપૂર્વ ઘટના છે. તેથી હું માનું છું કે 23 મે ને મોદી દિવસ કે લોક કલ્યાણ દિવસના રૂપમાં મનાવવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -