નવી દિલ્હી: TVS મોટર કંપનીએ તેના સૌથી લોકપ્રિય સ્ટાઇલિશ સ્કૂટર Ntorq 125 ની રેસ એડિશન લોન્ચ કરી દીધી છે. આ ટીવીએસ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સુવિધા સાથે આવી છે. જેમાં સ્માર્ટફોનને એક એપ દ્વારા સ્કૂટરથી કનેક્ટ કરી શકાઈ છે. 125 સીસી સેગમેન્ટમાં અન્ય સ્કૂટર્સની તુલનામાં TVS Ntorq 125 સૌથી લોકપ્રિય સ્કૂટર છે.



Ntorq 125 રેસ એડિશનની દિલ્હીમાં એક્સ-શો રૂમની કિંમત 62,995 રૂપિયા છે, જે તેના સ્ટાન્ડર્ડ મોડેલથી આશરે 3,000 રૂપિયા વધારે છે. કંપનીએ રેસ એડિશનના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્કૂટરમાં 125 સીસી સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, સીવીટી-આરઇવીવી તરફથી 3 વાલ્વ એન્જિન આપવામાં આવ્યું છે જે 9.4 પીએસ @ 7500 rpm અને 10.5 Nm 5500 Rpm આપે છે. આ સ્કૂટરનું પ્રદર્શન શાનદાર છે. તે સવારી કરતી વખતે બાઇક જેવો અનુભવ આપે છે.


કંપનીએ Ntorq 125 રેસ એડિશનમાં યૂનિક કલર યોજનાનો સમાવેશ કર્યો છે. તેમાં નવી એલઇડી હેડલાઇટ મળે છે. આ સિવાય આ સ્કૂટરનો બોડી લાલ, કાળો અને સિલ્વર કલરનો છે. જ્યારે તેમાં ફ્રન્ટ એપ્રોન અને સાઇડ પેનલ્સ પર ચેકર-સ્ટાઇલ ડેકલ્સ છે. આ એડિશનમાં 8 કલર ઑપ્શન મળે છે. જેમા 3 મેટાલિકમાં અને 5 મેટ ફિનિશિંગમાં છે.