TVS Supply Chain Solutions IPO: જો તમે IPOમાં રોકાણ કરવા માંગો છો તો 10 ઓગસ્ટે એટલે કે આજે બીજી કંપનીનો IPO આવી રહ્યો છે. આજે TVS સપ્લાય ચેઇનનો IPO ખુલી રહ્યો છે આ કંપની TVS મોબિલિટી ગ્રુપનો ભાગ છે, આજે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. TVS સપ્લાય ચેઇનનો IPO સબસ્ક્રાઇબ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય છે. કંપનીએ રોકાણકારો માટે શેર દીઠ  187 થી 197 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.


TVS સપ્લાય ચેઈન IPO લોટ સાઈઝ ન્યૂનતમ 76 ઈક્વિટી શેર્સ છે અને ત્યારબાદ 76 ઈક્વિટી શેરના મલ્ટીપલમાં ખરીદી શકાય છે. એન્કર રોકાણકારો માટે TVS સપ્લાય ચેઇન IPO ની ફાળવણી બુધવાર, 9 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે. TVS સપ્લાય ચેઇનના આ IPOમાં 600 કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેર મૂકવામાં આવ્યા છે. તેમાંથી 1.42 કરોડ ઇક્વિટી શેર OFS મારફતે વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા છે.


રિટેલ રોકાણકારો માટે લૉટ સાઇઝ


TVS સપ્લાય ચેઈન IPO લૉટ સાઈઝ 76 ઈક્વિટી શેર છે, જેના કારણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,997 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે વધુમાં વધુ 13 લૉટ સાઇઝનું રોકાણ કરી શકો છો


કંપની IPO શા માટે લાવી રહી છે


કંપની તેનું દેવું અને તેની પેટાકંપનીઓ TVS LI UK અને TVS SCS સિંગાપોરનું દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે IPO લઈને આવી રહી છે અને બજારમાંથી આશરે રૂ. 600 કરોડના નવા ઈશ્યુનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.


ક્યારે લિસ્ટ થશે


TVS સપ્લાય ચેઇન કંપનીનો આઇપીઓ 18 ઓગસ્ટના લિસ્ટ થશે. કંપની સોમવાર 21 ઓગસ્ટથી રિફંડ આપવાની શરૂઆત કરશે. જ્યારે શેર ડિમેટ એકાઉન્ટમાં જમા કરશે. ટીવીએસ સપ્લાય ચેઇન આઇપીઓના શેર બુધવારે 23 ઓગસ્ટના રોજ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થવાની સંભાવના છે.  TVS સપ્લાય ચેઇન IPO એ લાયક સંસ્થાકીય ખરીદદારો માટે ઓછામાં ઓછા 75 ટકા શેર રિઝર્વ રાખ્યા છે.


ગ્રે માર્કેટમાં સ્થિતિ


IPO GMP અથવા ગ્રે માર્કેટ પ્રીમિયમ મંગળવારે 22 પ્લસ પર હતું, જે અગાઉના ટ્રેડિંગ સત્રો કરતાં વધુ હતું. આ સૂચવે છે કે TVS સપ્લાય ચેઇનના શેરની કિંમત બુધવારે ગ્રે માર્કેટમાં રૂ. 22ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી હતી.