Twitter Deal: ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇલોન મસ્કને માઇક્રો-બ્લોગિંગ સાઇટને $44 બિલિયનમાં વેચવાની મંજૂરી આપી છે. ટ્વિટરે મંગળવારે યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનમાં આ સંબંધમાં નિયમનકારી ફાઇલિંગ કરી હતી. ટ્વિટર બોર્ડે સર્વસંમતિથી $44 બિલિયનમાં મસ્કની ખરીદીને મંજૂરી આપી છે.


બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સોદો સ્વીકાર્ય લાગ્યો


બોર્ડને જાણવા મળ્યું કે મર્જર કરાર સ્વીકાર્ય છે અને વ્યવહાર ટ્વિટર અને તેના શેરધારકોના હિતમાં છે. આ સમાચાર પછી ટ્વિટરના શેરની કિંમત લગભગ ત્રણ ટકા વધીને પ્રતિ શેર $38.60 થઈ ગઈ છે.


ટ્વિટર ડીલ શંકાના દાયરામાં હતી


મસ્કે મંગળવારે કહ્યું કે ટ્વિટર સાથે હજુ પણ કેટલાક વણઉકેલાયેલા મુદ્દાઓ છે. મસ્કે કતાર ઇકોનોમિક ફોરમને જણાવ્યું હતું કે તે હજુ પણ ટ્વિટર પર બોટ્સની વાસ્તવિક સંખ્યા કેટલી છે તે જાણવાની રાહ જોઈ રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તે ટ્વિટરનો સીઈઓ બનવા નથી ઈચ્છતો. ટ્વિટર પર મોટી સંખ્યામાં બૉટોની હાજરીથી નારાજ મસ્કે મે મહિનામાં ટ્વિટરને હસ્તગત કરવાનો સોદો અટકાવ્યો હતો.


44 બિલિયન ડોલરમાં ટ્વિટર ડીલ


વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, બિલિયોનેર ઇલોન મસ્કે લગભગ $44 બિલિયનમાં ટ્વિટરના સંપાદનની જાહેરાત કરી હતી.


ઇલોન મસ્કે પોતાની કંપનીમાં છટણીની કરી જાહેરાત


નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્કએ કહ્યું હતું કે કંપની આગામી ત્રણ મહિનામાં તેના કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરી શકે છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ મસ્કે કહ્યું કે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની આગામી ત્રણ મહિનામાં 10 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓમાં ફેરફાર છે. જેના કારણે ટેસ્લા તેના કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ 3.5 ટકા ઘટાડવા જઈ રહી છે.