નવી દિલ્હીઃ સીઈઓ વર્લ્ડ મેગેઝિને 2019માં વિશ્વના સૌથી પ્રભાવશાળી સાઈઓની યાદી જાહેર કરી છે.  દુનિયાના સર્વશ્રેષ્ઠ CEOના લિસ્ટમાં દેશના ટોચના ધનાઢ્ય મુકેશ અંબાણી, ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન(IOC)ના ચેરમેન સંજીવ સિંહ તથા ઓએનજીસીના શશિ શંકર સહિત 10 ભારતીયોનો સમાવેશ થયો છે.




લિસ્ટમાં આર્સેલર મિત્તલના ચેરમેન તથા સીઈઓ લક્ષ્મી નિવાસ મિત્તલ સૌથી ઊંચુ રેંકિંગવાળા ભારતીય સીઈઓ છે. તેમની કંપનીને લક્ઝમબર્ગની કંપની તરીકે દર્શાવવામાં આવી છે. 121 વૈશ્વિક સીઈઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝના સીઈઓ મુકેશ અંબાણી 49મા, આઈઓસીના સંજીવ સિંહ 69મા અને ઓએનજીસીની શશિ શંકર 77મા સ્થાન પર છે.



આ યાદીમાં અન્ય ભારતીય સીઈઓ પણ સામેલ છે. જેમાં એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર 83માં, ટાટા મોટર્સના ગુએટર બટશેર 89મા, બીપીસીએલના ડી. રાજકુમાર 94મા, રાજેશ એક્સપોર્ટ્સના રાજેશ મહેતા 99મા, ટાટા કન્સલટન્સી સર્વિસેસન રાજશ ગોપીનાથન અને વિપ્રોના આબિદઅલી જેડ નીમચવાલા 118મા સ્થાન પર છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સીઈઓના લિસ્ટને રિટ્વિટ કર્યું છે.



મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે વોલમાર્ટના સીઈઓ ડગલસ મેકમિલન પ્રથમ સ્થાન પર છે. જે બાદ રોયલ ડચ શેલના બેન વન બ્યૂંડર અને આર્સેલર મિત્તલના લક્ષ્મી મિત્તલ ત્રીજા નંબર પર છે. સાઉદી અરામકોના સીઈઓ અમીન એચ નાસિક ચોથા, બ્રીટિશ પેટ્રોલિયમના બોબ ડુડલે પાંચમા, એક્સોનમોબિલના સીઈઓ ડેરેન વુડ્સ છઠ્ઠા, ફોક્સવેગનના સીઈઓ હરબર્ટ ડિએસ સાતમા, ટોયોટાના સીઈઓ અકિયો ટોયોટા આઠમા, એપલના સીઈઓ ટીમ કુક નવમા અન બર્કશાયલ હેથવેના સીઈઓ વોરેન બફેટ 10મા નંબર પર છે.

પ્રિયંકા ચોપડાની બર્થ ડે કેકની કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી, 24 કલાકની મહેનત બાદ થઈ હતી તૈયાર

વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે વિવાદને લઈ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગતે

વોડાફોન આઈડિયાનો શેર પછડાયો ઉંધા માથે, જાણો ભાવમાં કેટલા ટકાનો કડાકો બોલ્યો