UIDAI Update:  આધાર નંબર જારી કરતી નોડલ એજન્સી UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા) એ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIએ કહ્યું કે આધાર ડેટાબેઝ અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી.


કોઈ આધાર નંબર રદ થયો નથી


UIDAIએ તેની વેબસાઈટ પર ફરિયાદો અને પ્રતિસાદ પેજ પર લખ્યું છે કે આધારનો ઉપયોગ ડિજિટલ ઓળખ તરીકે થાય છે જેના દ્વારા સબસિડી, લાભો અને સેવાઓનો લાભ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આધાર ડેટાબેઝને સચોટ રાખવા માટે, UIDAIએ દસ્તાવેજો અને આધારની માહિતી અપડેટ કરવા માટે ઘણા અભિયાનો શરૂ કર્યા છે. આ માટે આધાર નંબર ધારકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIએ કહ્યું કે જો આધાર નંબર ધારકોને કોઈ ફરિયાદ હોય તો તેઓ પોતાનો પ્રતિભાવ અહીં સબમિટ કરી શકે છે. તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. UIDAIએ લિંક https://uidai.gov.in/en/contact-support/feedback.html પણ શેર કરી છે.




મમતા બેનર્જીએ પીએમને પત્ર લખ્યો હતો


UIDAI તરફથી આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના લોકોના આધારને નિષ્ક્રિય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણી પહેલા લોકોને સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવાથી રોકી રહી છે. આ અંગે મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.






મમતાનો સવાલ


મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે કોઈ કારણવગર આધાર નંબરને ડિએક્ટિવ કેમ કરવામાં આવ્યા છે?