Unclaimed Deposits : સરકાર ઘણીવાર ભારતની જાહેર અને ખાનગી બેન્કોમાં કેટલા રૂપિયા જમા છે તેનો ડેટા જાહેર કરે છે, જેનો કોઈએ દાવો કર્યો નથી. આ પૈસાને Unclaimed Deposits કહેવામાં આવે છે, જે સેવિંગ એકાઉન્ટ અને એફડી જેવા ખાતાઓમાં હોય છે.
લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપેલા લેખિત જવાબ મુજબ, ભારતીય બેન્કોમાં જૂન 2025ના અંત સુધીમાં 67,003 કરોડ રૂપિયાની Unclaimed Deposits હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, 30 જૂન, 2025 સુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં 58,330.26 કરોડ રૂપિયાની બિનક્લેમ્ડ ડિપોઝિટ હતી અને ખાનગી બેન્કોમાં 8,673.72 કરોડ રૂપિયાની બિનક્લેમ્ડ ડિપોઝિટ હતી.
SBI પાસે સૌથી વધુ ક્લેમ વગરના પૈસા છે
જાહેર ક્ષેત્રની બેન્કોમાં SBI 19,329,92 કરોડની ક્લેમ વગરની થાપણો (Unclaimed Deposits) સાથે ટોચ પર છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેન્ક (PNB) 6,910.67 કરોડ અને કેનેરા બેન્ક 6,278 કરોડ સાથે આવે છે.
ખાનગી બેન્કોમાં કોણ ટોચ પર છે?
પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ખાનગી બેન્કોમાં ICICI બેન્ક 2,063.45 કરોડની દાવા વગરની થાપણો ધરાવે છે, ત્યારબાદ HDFC બેન્કમાં 1,609.56 કરોડ રૂપિયા અને એક્સિસ બેન્કમાં 1360.16 કરોડ અનક્લેમ રૂપિયા છે.
કેવી રીતે કરશો અનક્લેમ્ડ રકમ માટે ક્લેમ
ક્લેમ વગરની થાપણોની પહોંચ વધારવા અને સર્ચ પ્રોસેસને સરળ બનાવવા માટે RBI એ લોકો માટે એક સેન્ટ્રલાઇઝ્ડ વેબ પોર્ટલ UDGAM (Unclaimed Deposits- Gateway to Access Information) શરૂ કર્યું છે.
જો તમને લાગે કે તમારા પૈસા પણ ક્લેમ વગરની રકમમાં શામેલ હોઈ શકે છે, તો તમે સરળતાથી તપાસ કરી શકો છો:
આ માટે પહેલા UDGAM પોર્ટલ પર જાવ અને રજિસ્ટ્રેશન પર ક્લિક કરો
મોબાઇલ નંબર સાથે રજિસ્ટર કરો
OTP વડે લોગિન કરો અને તે એકાઉન્ટધારકનું નામ દાખલ કરો જેની અનક્લેમ્ડ ડિપોઝિટ રકમ તમે દાવો કરવા માંગો છો
"Select Bank"ડ્રોપડાઉનમાં તમે જે બેન્કમાં ડિપોઝિટ રકમ શોધવા માંગો છો તેના નામની સામેના બોક્સ પર ટિક કરો. તમે 'All' પણ પસંદ કરી શકો છો.
તમારે PAN, મતદાર ID, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, પાસપોર્ટ નંબર અથવા જન્મ તારીખ દાખલ કરવી પડશે.
પછી સર્ચ પર ક્લિક કરો અને ડિટેઈલ તમારી સામે પ્રદર્શિત થશે.
કેવી રીતે દાવો કરવો:
જે બેન્કમાં તમારું ખાતું છે અથવા દાવો ન કરાયેલ ડિપોઝિટ છે તેની મુલાકાત લો
તમારા અને ખાતા વિશેની બધી જરૂરી વિગતો સાથે "ક્લેમ ફોર્મ" ભરો
KYC દસ્તાવેજો, ડિપોઝિટ સ્લિપ અને ફોટોગ્રાફ્સ જેવા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો
જો તમે કાનૂની વારસદાર છો તો તમારે ખાતાધારકના મૃત્યુ પ્રમાણપત્રની નકલ પણ સબમિટ કરવી પડશે
તમારી અરજીની ચકાસણી કર્યા પછી બેન્ક તમને પૈસા આપશે.