India Vs Pakistan Income Tax Comparision: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે પણ પાકિસ્તાનનું બજેટ રજૂ કર્યું હતું. પાડોશી દેશે પણ ટેક્સ સ્લેબમાં ઘણી છૂટછાટ આપી હતી. આજે અમે તમને પાકિસ્તાનના ટેક્સ સ્લેબમાં મળતી છૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


પાકિસ્તાનમાં કેટલો આવકવેરો ચૂકવવો પડે છે?


પાકિસ્તાનમાં વાર્ષિક 12 લાખની કમાણી કરનારને 100 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે 6 લાખ સુધીની વાર્ષિક આવક બિલકુલ ફ્રી છે. બીજી તરફ ટેક્સ સ્લેબની વાત કરીએ તો પહેલા સ્લેબમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમની સેલરી 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે. તેમના પર કોઈ આવકવેરો લાગુ પડતો નથી.


બીજો સ્લેબ એવા લોકો વિશે છે જેમની વાર્ષિક આવક 6 લાખથી વધુ પરંતુ 12 લાખ સુધી છે. આવા લોકોએ વાર્ષિક માત્ર 100 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે અને તેમને ટેક્સના દાયરામાં લાવવાનો આ પ્રયાસ છે.


ભારત અને પાકિસ્તાનના રૂપિયામાં જમીન-આસમાનનો તફાવત 


ભારત અને પાકિસ્તાનના રૂપિયામાં આસમાની ફરક છે. ડૉલર સાથે સરખામણી કરીએ તો ભારતીય રૂપિયામાં એક યુએસ ડૉલરની કિંમત 81.79 રૂપિયા છે. તે જ સમયે, પાકિસ્તાનમાં રૂપિયાની કિંમત એક યુએસ ડોલર સામે 267.48 રૂપિયા છે.


ભારતમાં કરમાળખું


નાણા મંત્રીએ આજે બજેટ રજૂ કરતાં કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.