FD Interest Rates Hike in India: જો તમે તમારા પૈસાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉપરાંત તમારી મહેનતની કમાણી ગુમાવવાનું પણ કોઈ જોખમ નહીં રહે. જો તમે FDમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થશે. રોકાણ કરતા પહેલા આ બાબતો પર નજર કરવી જોઈએ. તેવી જ રીતે તમે FDમાં રોકાણ કરી સારી એવી કમાણી કરી શકો છો. અગાઉ જે એફડી 5-6 ટકા વળતર આપતી હતી તે આજે તેના રોકાણકારોને 9 ટકા વળતર આપી રહી છે અને કેટલીક બેંકો તો તેનાથી પણ વધુ વળતર આપી રહી છે.


શું છે કારણ? 


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે લોનની સાથે ડિપોઝિટ પર વ્યાજ દર પણ વધી રહ્યા છે. તાજેતરમાં દેશની મોટી બેંકો FDપર 8 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને મહત્તમ વ્યાજ મળી રહ્યું છે. જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકો FDપર 9% અને તેનાથી વધુ વળતર ઓફર કરે છે. આવી જ બે બેંકોની આજે વાત કરીશું. જો તમે સિનિયર સિટિઝન છો તો આ બેંકમાં તમને 9 ટકાથી વધુ વ્યાજ કમાવવાની તકમ મળે છે.


યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક


યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 4.5 થી 9 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 181 દિવસ અને 501 દિવસની FD પર 9 ટકા વ્યાજ આપી રહી છે. જ્યારે છૂટક રોકાણકારોને આ સમયગાળાની FD પર 8.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.


સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક


સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે રૂ. 2 કરોડથી ઓછી FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. નવા દરો 6 ડિસેમ્બર 2022થી લાગુ થઈ ગયા છે. બેંકે તમામ મુદત માટેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની મુદત માટે FD ઓફર કરે છે. આ એફડી પર સામાન્ય નાગરિકો માટે 4 થી 9 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 4.50 ટકાથી 9.59 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવે છે.


ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક


બીજી તરફ કેટલીક અન્ય બેંકો માત્ર FD પર 8% સુધી સારું એવું વ્યાજ ઓફર કરી રહી છે. તેમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછા 8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને મહત્તમ 8.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.


ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક


સ્મોલ ફાઇનાન્સ બેંકોનીમાં ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક પણ શાનદાર ઑફર્સ આપવામાં પાછળ નથી. આ બેંકમાં સામાન્ય નાગરિકોને મહત્તમ 8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.75 ટકા વ્યાજ દર આપવામાં આવે છે. તેમાં તમે રોકાણથી સારો એવો નફો મેળવી શકો છો.


શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક


તેવી જ રીતે શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકને પણ સારો FD નફો મળે છે. આ બેંકમાં સામાન્ય નાગરિકોને મહત્તમ 7.50 ટકા અને FD પર વરિષ્ઠ નાગરિકોને મહત્તમ 8 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.