ભારતની મફત UPI પેમેન્ટ સિસ્ટમને ઝટકો લાગી શકે છે. સરકારે સંસદમાં 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ' માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે ભવિષ્યમાં ચોક્કસ UPI ટ્રાન્જેક્શન પર મર્ચન્ટ ચાર્જ લાગી શકે છે. જોકે હજુ સુધી કોઈ ફી મંજૂર કરવામાં આવી નથી પરંતુ પ્રસ્તાવિત કાનૂની ફેરફારથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. પેમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લાંબા સમયથી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને વધારવા માટે તેની માંગ કરી રહી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ આ ફેરફાર તાત્કાલિક કોઈ શુલ્ક લાદશે નહીં. તેના બદલે તે એક કાનૂની માળખું બનાવશે છે જેનાથી સરકાર પછીથી MDR લાગુ કરવાનો નિર્ણય લઈ શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીઓ હજુ એ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે ફી કેવી રીતે લાગુ કરી શકાય અથવા તે કયા ટ્રાન્જેક્શન પર લાગુ કરવામાં આવે. જોકે હજુ સુધી તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વાર્ષિક ટર્ન ઓવર 1.5 કરોડ હોય તેના પર લાગશે ચાર્જ?
જે દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી રહી છે તેમાં ₹2,000 થી વધુના UPI ટ્રાન્જેક્શન પર 0.3% થી 0.5% સુધી MDR વસૂલવામાં આવે. જોકે, આ ચાર્જ ફક્ત ₹1.5 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર જ લાગુ થવાની ધારણા છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોએ ભાગ્યે જ કંઈ વધારાનું ચૂકવવું પડશે, જ્યારે નાના વ્યવસાયો મફત UPI ટ્રાન્જેક્શનનો આનંદ માણી શકશે.
વ્યક્તિગત ટ્રાન્જેક્શન મૂલ્યનેા બદલે વેપારીના વાર્ષિક ટર્નઓવર પર ચાર્જ વસૂલવાનો વિચાર કરાઈ રહ્યો છે. નીતિ નિર્માતાઓ ખાતરી કરવા માટે વિવિધ રીતો પર વિચાર કરી રહ્યા છે કે જો MDR લાગુ કરવામાં આવે તો તેનો ભાર મુખ્યત્વે મોટા વ્યવસાયો પર પડે છે, નહીં કે નાની દુકાનો અને નાના છૂટક વેપારીઓ પર.
MDR ફી શું છે?
MDR એ ફી છે જે વેપારીઓ ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ કરવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરર્સ વસૂલે છે. UPI થી વિપરીત વેપારીઓ પહેલાથી જ કાર્ડ ચુકવણીઓ પર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવે છે. વ્યવસાયો સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર લગભગ 1.5% ચૂકવે છે, જ્યારે ડેબિટ કાર્ડથી પેમેન્ટ પરબેંક અને ચુકવણી નેટવર્કના આધારે ઓછી ફી લઈ શકે છે. UPI આ શુલ્કમાંથી મુક્ત છે, જે તેને વેપારીઓ અને ગ્રાહકો બંને માટે એક આકર્ષક પેમેન્ટ વિકલ્પ બનાવે છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઈન્ડસ્ટ્રીઝના0 અધિકારીઓએ વારંવાર જણાવ્યું છે કે વેપારી ફી વિના UPI સેવાઓ પ્રદાન કરવાથી ટકાઉ વ્યવસાય મોડેલ બનાવવાનું મુશ્કેલ બન્યું છે. UPI ટ્રાન્જેક્શનની પ્રક્રિયા કરીને તેઓ આવક ઉત્પન્ન કરતા નથી, તેથી ઈન્ડસ્ટ્રીઝના લોકોનું માનવું છે કે નવી ટેકનોલોજીમાં રોકાણ કરવાની, ચુકવણી માળખાને મજબૂત બનાવવાની અને સેવાઓનો વિસ્તાર કરવાની તેમની ક્ષમતા મર્યાદિત છે.
