UPI Payment to Wrong Account:  ઘણી વખત લોકો ઉતાવળમાં કે પછી ભૂલમાં ખોટા UPI ID પર પેમેન્ટ કરી નાખે છે જેના કારણે પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, હવે દરેક લોકો તેમના પૈસા પરત મેળવવા ઈચ્છે છે પરંતુ સમજાતું નથી કે પૈસા પરત મેળવવા માટે શું કરવું ?  જો તમે પણ આ સવાલનો જવાબ જાણવા માગો છો તો તમને આ અંગે જાણકારી આપીએ છીએ. 


UPI App સપોર્ટને તાત્કાલિક જાણ કરો


ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશો અનુસાર, યૂઝર્સે પહેલા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને આ વાતની જાણ કરવી જોઈએ.  GPay, PhonePe, Paytm અથવા UPI એપના કસ્ટમર કેર સપોર્ટમાં  ફોન કરીને તમારે આ વાત અંગે જાણ કરવી પડશે. તમે તમારી સમસ્યાને ફ્લેગ કરી શકો છો અને પૈસા પરત લેવા માટે પણ કહી શકો છો.


RBIના દિશાનિર્દેશનો અનુસાર, જો તમે યૂપીઆઈ આઈડી દ્વારા ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દિધા છે  તો તમે જે એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કર્યું છે તે એપ (GPay, PhonePe, Paytm) ના કસ્ટમર કેર સપોર્ટને જાણકારી આપવી પડશે.  તમે તમારી સમસ્યાને ફ્લેગ કરી પૈસા પરત મેળવવા માટે રિક્વેસ્ટ નાખી શકો છો.


NPCI Portal પર આ રીતે કરો ફરિયાદ


તમે જે યૂપીઆઈ એપ  દ્વારા પેમેન્ટ કર્યું છે જો તેના કસ્ટમર કેરથી તમને મદદ  નથી મળી રહી તો તમારે  NPCI પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવવી પડશે.


સૌથી પહેલા  NPCIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે
ત્યારબાદ તમારે  What we do tab ટેબ પર ટેપ કર્યા બાદ યૂપીઆઈ પર ક્લિક કરવાનું રહેશે. 
બાદમાં Dispute Redressal Mechanism ઓપ્શન પસંદ કરો.
ફરિયાદ સેક્શનમાં તમે ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી ડિટેલ્સ નાખવી પડશે જેમ કે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી, કેટલી રકમ ટ્રાન્સફર કરી, વર્ચ્યૂઅલ પેમેન્ટ એડ્રેસ, મોબાઈલ નંબર, ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન અને ઈમેઈ આઈડી.
ત્યારબાદ તમારે ફરિયાદ કરવા પાછળનું કારણ, એ વાતને પસંદ કરવી પડશે  જેમ કે Incorrectly transferred to another account.
બધી માહિતી દાખલ કર્યા પછી તમારે તમારી ફરિયાદ નોંધાવવા સબમિટ દબાવવું પડશે.


જો તમને તમારી ફરિયાદનો કોઈ ઉકેલ નથી મળી રહ્યો તો આ સ્થિતિમાં તમારે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર બેંક અને જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે બેંકમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.