Vande Bharat Express: મોદી સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનોના સંચાલન પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 27 જૂને રેલવે મંત્રાલય દ્વારા 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિહારના લોકોને પણ પટનાથી રાંચી સુધી વંદે ભારતની ભેટ મળશે. આ સિવાય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માર્ચ 2024 સુધી સ્લીપર વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.


આ કારણે વંદે ભારત ટ્રેન બંધ કરવામાં આવી


રેલવેએ નાગપુર (મહારાષ્ટ્ર) થી બિલાસપુર (છત્તીસગઢ) રૂટ પર ચાલતી વંદે ભારત બંધ કરી દીધી. રેલવેના આ નિર્ણયને લઈને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોની ભારે અછતને કારણે આ રૂટ પર સેમી હાઈ સ્પીડ ટ્રેનને રદ કરવી પડી હતી. રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ વંદે ભારત ટ્રેનના રેકને તેજસ એક્સપ્રેસથી બદલવામાં આવ્યા છે.


હાલમાં આટલા રુટ પર દોડે છે વંદે ભારત ટ્રેન


તમને જણાવી દઈએ કે તેજસ એક્સપ્રેસ લોન્ચ કરવામાં આવી તે સમયે તે સૌથી ઝડપી ટ્રેન હતી. પરંતુ હવે તેનું સ્થાન વંદે ભારતે લઈ લીધું છે. હાલમાં વંદે ભારત ટ્રેનો દેશમાં 18 રૂટ પર ચાલી રહી છે. પરંતુ નાગપુર-બિલાસપુર માર્ગ એવો હતો કે તેમાં સૌથી ઓછો ટ્રાફિક રહેતો હતો. પીએમ મોદીએ ડિસેમ્બર 2022માં નાગપુર-બિલાસપુર રૂટ પર વંદે ભારતની શરૂઆત કરી હતી.


એક રિપોર્ટમાંથી એવું પણ જાણવા મળ્યું કે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોની ઓછી ભીડનું કારણ વધુ ભાડું છે. બિલાસપુર-નાગપુર રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ.2,045 હતું. જ્યારે, એસી ચેર કારની ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 1,075 હતી.



દેશમાં અત્યાર સુધીમાં ઘણી વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય રેલ્વેની પ્રગતિને નવી દિશા આપવા માટે સરકાર નવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ચલાવી રહી છે. વંદે ભારત ટ્રેનના સંચાલનથી લોકો ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી કરી શકશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી-ભોપાલ માટે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા પીએમ દ્વારા દિલ્હી અને જયપુર માટે પણ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેન જયપુરથી શરૂ થઈને દિલ્હી પહોંચી હતી. જ્યારે દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન દિલ્હીથી વારાણસી સુધી દોડાવવામાં આવી હતી.


Join Us on Telegram: https://t.me/abpasmitaofficial