Ratan Tata: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નકલી મેસેજ સામે ચેતવણી આપી હતી. તેમણે 100 ટકા ગેરંટી સાથે અતિશયોક્તિપૂર્ણ રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા પર તેમના નામના દુરુપયોગ સામે લોકોને ચેતવણી આપતી પોસ્ટ કરી હતી.




 


ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં રતન ટાટાએ સોના અગ્રવાલ નામના યુઝરને ફટકાર લગાવી હતી. યુઝરની પોસ્ટમાં રોકાણની વાત કરતા વીડિયોમાં તેમના નકલી ઇન્ટરવ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નકલી વીડિયોમાં રતન ટાટા સોના અગ્રવાલને પોતાની મેનેજર કહી રહ્યા છે.


વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે ભારતમાં તમામ લોકોને રતન ટાટા તરફથી અપીલ. 100 ટકા ગેરંટી સાથે આજે તમારા રોકાણને જોખમ-મુક્ત બનાવવાની આ સારી તક છે. હાલમાં ચેનલ પર જાવ. વીડિયોમાં લોકોના એકાઉન્ટમાં રૂપિયા આવતા હોય તેવા મેસેજ પણ બતાવવામાં આવ્યા છે. ટાટાએ વીડિયો પર અને વીડિયોના કેપ્શનના સ્કીનશોર્ટ પર ફેક લખ્યું હતું.


રતન ટાટાના ફેક ઈન્ટરવ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો


નોંધનીય છે કે સોના અગ્રવાલ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે એક ફેક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં રતન ટાટા સોના અગ્રવાલને પોતાની મેનેજર બતાવી રહ્યા છે. રતન ટાટાના નકલી ઇન્ટરવ્યુનો ઉપયોગ એક વીડિયોમાં કરવામાં આવ્યો છે જેમાં આ રોકાણની ભલામણ કરવામાં આવી છે કે તે રિસ્ક ફ્રી છે.


ઇન્સ્ટાગ્રામ યુઝરે નકલી દાવો કર્યો હતો


શેર કરેલા વિડિયોની સાથે લખ્યું હતું કે, "ભારતમાં દરેક માટે રતન ટાટા તરફથી એક ભલામણ. તમારી પાસે આજે 100 ટકા ગેરંટી સાથે જોખમ મુક્ત રહીને તમારું રોકાણ વધારવાની તક છે. આ માટે હમણાં જ ચેનલ પર જાઓ." વીડિયોમાં લોકોના ખાતામાં પૈસા જમા થવાના મેસેજ પણ બતાવવામાં આવ્યા હતા.