Vishnu Prakash R Pungalia Listing: વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા લિમિટેડના રોકાણકારોને તેના લિસ્ટિંગ સમયે શાનદાર નફો મળ્યો છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 65 ટકાના પ્રીમિયમ સાથે થયું છે. વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા લિમિટેડના શેરનું લિસ્ટિંગ BSE પર 163.30 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવ્યું છે. આ સિવાય તેના શેર NSE પર 165 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ છે. તેના IPOમાં શેરની કિંમત 99 રૂપિયા હતી અને આ રીતે BSEમાં રોકાણકારોને પ્રત્યેક શેર પર 66 રૂપિયાનો નફો થયો છે, જેને લિસ્ટિંગનો મોટો ફાયદો કહી શકાય.                                 

  


IPOને મળ્યો હતો જોરદાર પ્રતિસાદ


વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા લિમિટેડના IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વિષ્ણુ પ્રકાશ IPO સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય રોકાણકારો તરફથી મળેલા સમર્થનને કારણે અરજીના છેલ્લા દિવસે 88 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થઈને ક્લોઝ થયો હતો.                             


QIB કેટેગરીમાં IPO 172 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જે સૌથી વધુ છે. આ સિવાય રિટેલ કેટેગરીમાં 32 ગણો અને NII કેટેગરીમાં 111 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. કર્મચારીઓને IPOમાં શેર દીઠ 9 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ IPOમાંથી અડધો ભાગ ક્વોલિફાયડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ હતો. આ IPOમાં કંપનીએ 3.12 કરોડ નવા શેર જાહેર કર્યા હતા જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા હતી. કંપની IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ સાધનો/મશીનરી ખરીદવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.                         


કંપની શું કરે છે?


વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત, કંપની સ્વાયત્ત સંસ્થાઓ માટે પણ પ્રોજેક્ટ બનાવે છે. કંપની દેશના 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં બિઝનેસ ધરાવે છે. કંપની રેલવે, રસ્તા, સિંચાઈ નેટવર્ક અને પાણી પુરવઠાને લગતા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.