Vodafone Idea એ યૂઝર્સને વધારવા માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ 200 રૂપિયાથી ઓછી કિંમતના 4 સસ્તા રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે. હાલમાં વોડાફોન-આઈડિયા પાસે 21 કરોડથી વધુ સક્રિય યૂઝર્સ છે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં કરોડો યૂઝર્સ ગુમાવ્યા છે. એરટેલ અને જિયો બાદ હવે વોડાફોન-આઈડિયાને પણ સરકારી ટેલિકોમ કંપની BSNLની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યુઝર્સે તેમના નંબર Vi થી BSNL માં પોર્ટ કર્યા છે.


Vodafone-Idea એ 200 રૂપિયાથી ઓછી કિંમતના 4 નવા રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યા છે, જેની વેલિડિટી 26 દિવસ સુધી છે. કંપનીના આ પ્લાન 99 રૂપિયા, 155 રૂપિયા, 179 રૂપિયા અને 189 રૂપિયામાં આવે છે. આ રિચાર્જ પ્લાન્સમાં યુઝર્સને અનુક્રમે 15 દિવસ, 20 દિવસ, 24 દિવસ અને 26 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. વોડાફોન આઈડિયાના આ નાના રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ એક જ વારમાં રિચાર્જ માટે વધુ ખર્ચ કરવા માંગતા નથી.


99 રૂપિયાનો પ્લાન - Viનો આ સસ્તો રિચાર્જ પ્લાન 15 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને 99 રૂપિયાનો ટોક-ટાઇમ ઓફર કરવામાં આવી રહ્યો છે. આમાં યુઝર્સને 200MB ડેટાનો લાભ મળે છે. આ પ્લાન માટે યુઝર્સને આઉટગોઇંગ કોલ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરવામાં આવશે. એટલું જ નહીં આ પ્લાનમાં યુઝર્સને ફ્રી SMSની સુવિધા પણ નથી મળતી.


155 રૂપિયાનો પ્લાન - Viનો આ પ્લાન 20 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત યુઝર્સને 300 ફ્રી SMS અને 1GB ડેટાનો લાભ પણ મળશે. ડેટા ખતમ થયા પછી, યુઝર્સ પાસેથી 50 પૈસા પ્રતિ MB ના દરે ચાર્જ લેવામાં આવશે.


179 રૂપિયાનો પ્લાન - Vodafone-Ideaના આ પ્લાનમાં યૂઝર્સને 24 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 300 ફ્રી SMS અને 1GB ડેટા પણ મળશે. આમાં પણ ડેટા ખતમ થયા બાદ યુઝર્સ પાસેથી 50 પૈસા પ્રતિ MBના દરે ચાર્જ લેવામાં આવશે.


189 રૂપિયાનો પ્લાન - Viનો આ પ્લાન 26 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં પણ યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 300 ફ્રી SMS અને 1GB ડેટાનો લાભ મળશે. આ પ્લાનમાં પણ ડેટા ખતમ થયા બાદ યુઝર્સ પાસેથી 50 પૈસા પ્રતિ MBના દરે ચાર્જ લેવામાં આવશે. 


BSNLનો 397 રૂપિયાનો શાનદાર પ્લાન, યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે મળશે ઘણા બધા ફાયદા