5G Network:  દેવું અને રોકડ સંકટ સામે ઝઝૂમી રહેલી વોડાફોન આઈડિયા(Vodafone Idea)એ મોટો નિર્ણય લીધો છે અને નોકિયા, એરિક્સન(Ericsson) અને સેમસંગ (Samsung) જેવી મોટી કંપનીઓ સાથે 3.6 અરબ ડોલરનો મોટો સોદો કર્યો છે. આ ડીલ હેઠળ, આ કંપનીઓ આગામી ત્રણ વર્ષ માટે Vi ને નેટવર્ક સાધનો સપ્લાય કરશે. ટેલિકોમ સેક્ટરમાં આ મોટા સોદા હેઠળ, Vi તેના 4G અને 5G નેટવર્કને ઝડપથી વિસ્તારશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ તેમના 6.6 અરબ ડોલર (550 અરબ રુપિયા)ના કેપેક્સ પ્લાનનો પ્રથમ ભાગ છે.


વોડાફોન આઈડિયા (Vi) 120 કરોડ લોકો સુધી પહોંચવા માંગે છે
વોડાફોન આઈડિયાએ રવિવારે કહ્યું કે અમે અમારા 4G નેટવર્કને 103 કરોડ લોકોથી 120 કરોડ લોકો સુધી જલદીથી વધારવા માંગીએ છીએ. આ સાથે 5G નેટવર્કનો પણ ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે. Nokia અને Ericsson અગાઉ પણ અમારી સાથે કામ કરી રહ્યા છે. હવે અમે અમારી સાથે સેમસંગનો પણ સમાવેશ કર્યો છે. તેમના આધુનિક સાધનો Viના નેટવર્કને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કંપનીના સીઈઓ અક્ષય મૂન્દ્રા(Akshaya Moondra)એ કહ્યું કે અમે નેટવર્ક ટેક્નોલોજીમાં રોકાણ વધારવાનું ચાલુ રાખીશું. અમારો ધ્યેય અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે. અમે અમારી યોજના મુજબ કામ શરૂ કરી દીધું છે. ઉદ્યોગમાં વૃદ્ધિની ઘણી તકો છે. અમે આનો લાભ લેવા માંગીએ છીએ.


બેંકોને કંપનીની લાંબા ગાળાની યોજના
કંપનીએ કહ્યું કે આ નવા ઉપકરણો ઊર્જાની બચત પણ કરશે. આના કારણે અમારો ઓપરેટિંગ ખર્ચ પણ ઘટશે. અમારું પ્રથમ ધ્યેય 4G નેટવર્કનું વિસ્તરણ કરવાનું છે. કંપનીએ તાજેતરમાં રૂ. 24 હજાર કરોડની મૂડી ઊભી કરી હતી. આ સિવાય 3,500 કરોડમાં નવું સ્પેક્ટ્રમ પણ ખરીદવામાં આવ્યું હતું. કંપનીનો દાવો છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે અમારી ક્ષમતા 15 ટકા વધારીને 16 મિલિયન લોકો સુધી પહોંચાડીશું. કંપનીની લાંબા ગાળાની યોજના તૃતીય પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને બેંકોને આપવામાં આવી છે. અમને સંપૂર્ણ આશા છે કે બેંકો આ અંગે જલ્દી નિર્ણય લેશે.


તમને જણાવી દઈએ કે, ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને ઈન્ડસ ટાવર્સને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કંપનીઓના AGR લેણાં પર કોર્ટના જૂના આદેશની સમીક્ષાની માંગ કરતી ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દીધી હતી. વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે આ અરજી દાખલ કરી હતી જેમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગની AGR લેણાંની ગણતરીની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.


આ પણ વાંચો...


Jio યૂઝર્સને આ પ્લાન મળે છે અનલિમિટેડ ડેટા, જાણો અન્ય ફાયદાઓ