આજકાલ દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી આધારની વિગતો ખોટા હાથમાં આવી જાય તો તે કેટલું જોખમી બની શકે છે. તેથી, છેતરપિંડી કરનારાઓનો ભોગ ન બનવા માટે લોકોએ નિયમિત આધારને બદલે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ PWCના એક રિપોર્ટ અનુસાર, લગભગ 73% ભારતીયો 'માસ્ક્ડ આધાર' વિશે જાણતા નથી.
માસ્ક્ડ આધાર શું છે ?
તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 'માસ્ક્ડ આધાર' શરૂ કર્યું છે જેથી કરીને કોઈ પણ ચિંતા કર્યા વગર જરૂર પડ્યે લોકો તેમની આધારની વિગતો ત્રીજા પક્ષકારો સાથે શેર કરી શકે. માસ્ક્ડ આધાર કાર્ડએ આધાર કાર્ડનું એક વર્ઝન છે જેમાં ફક્ત પ્રથમ આઠ અંકો માસ્ક્ડ હોય છે અને ફક્ત છેલ્લા ચાર અંકો જ દેખાય છે તેથી, માસ્ક કરેલા આધારમાં પ્રથમ 8 અંકોને બદલે "xxxx-xxxx" દેખાય છે, નંબરના છેલ્લા 4 અંકો જ જોવા મળે છે. એટલે કે તેના પહેલા 8 અંકો કોઈને દેખાતા નથી, તેથી તેને માસ્ક્ડ કરેલ આધાર કાર્ડ કહેવામાં આવે છે. જેથી તમારો આધાર નંબર કોઈ પાસે ન આવે અને કોઈ છેતરપીંડી ન થઈ શકે.
માસ્ક્ડ આધારમાં, તમારા આધાર નંબરના પ્રથમ આઠ અંકો માસ્ક કરેલા હોવા છતાં, તમે ઓળખના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તે તમારા આધાર નંબરના દુરુપયોગનું જોખમ ઘટાડે છે. સુરક્ષા કારણોસર, લોકોએ ફક્ત તેમના માસ્ક કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ.
શું માસ્ક્ડ કરેલ આધાર કાર્ડ દરેક જગ્યાએ માન્ય છે ?
ચાલો હવે જાણીએ કે શું માસ્ક કરેલા આધાર કાર્ડનો ઉપયોગ તે સ્થાનો પર ઓળખ તરીકે કરી શકાય છે કે જેના માટે હાલમાં નિયમિત આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હતો, તો અમે તમને જણાવી દઈએ કે માસ્ક્ડ આધારને નિયમિત આધાર કાર્ડની જેમ જ માન્ય માનવામાં આવે છે જેમાં તમામ 12 અંકો દેખાય છે. તેથી, જ્યાં પણ તમને નિયમિત આધાર કાર્ડ માટે પૂછવામાં આવે ત્યાં તમે માસ્ક કરેલા આધારનો ઉપયોગ કરી શકો છો.
માસ્ક્ડ કરેલા આધારની કાનૂની માન્યતા ?
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તેના 29.09.2020 ના પરિપત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે "આધાર કાર્ડ, આધાર પત્ર, ઈ-આધાર, માસ્ક્ડ ઈ-આધાર અને m-આધાર એ આધાર તરીકે માન્ય છે જે લોકો આધાર ઓળખ તરીકે ઉપયોગ કરી શકે છે. આ તમામ વર્ઝન સમાન રીતે માન્ય છે, અને તમે તમારી અનુકૂળતા મુજબ તેમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો.
માસ્ક કરેલ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને માસ્ક કરેલા આધાર કાર્ડને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તેને ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ મેથડ જાણો જો તમે પણ સુરક્ષા કારણોસર તમારું માસ્ક્ડ કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે myaadhaar.uidai.gov.in વેબસાઇટ પર જવું પડશે અને 'લોગિન' પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ 2: આ પછી એક નવું વેબ પેજ દેખાશે, જ્યાં તમારે તમારો આધાર નંબર લખવો પડશે. આધાર નંબર દાખલ કર્યા પછી, કેપ્ચા દાખલ કરો અને પછી 'ઓટીપી સાથે લોગિન' પર ક્લિક કરો.
સ્ટેપ 3: OTP દ્વારા લોગ ઇન કર્યા પછી, એક નવું વેબપેજ ખુલશે જ્યાં તમારે 'ડાઉનલોડ' પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4: આ પછી ફરી એક નવું પેજ ખુલશે જ્યાં તમને મળશે 'શું તમારે માસ્ક્ડ આધાર જોઈએ છે?' તમારે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, ડાઉનલોડ પર ક્લિક કરો.
સ્ટેપ 5: તમારું માસ્ક કરેલ આધાર ડાઉનલોડ કરવામાં આવશે. પરંતુ તેને ખોલવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે. એટલે કે તમારે તેને ખોલવા માટે પહેલા પાસવર્ડ નાખવો પડશે.
પાસવર્ડ તરીકે, આધાર મુજબ, તમારા નામના પ્રથમ ચાર અક્ષરો મોટા અક્ષરોમાં અને YYYY ફોર્મેટમાં જન્મ વર્ષ દાખલ કરવાના રહેશે.