ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટર 30 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 95 રૂપિયા 72 પૈસા પર પહોંચ્યો છે. તો ડિઝલનો ભાવ 96 રૂપિયા 08 પૈસા થયો છે.


તો રાજકોટમાં પેટ્રોલના ભાવ 95.49 રૂપિયા પર પહોંચ્યા છે. જ્યારે ડિઝલનો ભાવ 95.88 રૂપિયા પર પહોંચ્યો છે. તો સુરતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 95.73 અને ડિઝલનો ભાવ 96.12 પૈસા પર પહોંચ્યો છે. જ્યારે ભાવનગરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100ને નજીક પહોંચ્યા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 97.29 રૂપિયા અને ડિઝલનો ભાવ 97.65 પર પહોંચ્યો છે.


શ્રીગંગાનગરમાં પેટ્રોલ 110ને પાર


ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ શ્રીગંગાનગરમાં સામાન્ય પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગોય છે. અહીં આજના ભાવ વધારા બાદ સામાન્ય પેટ્રોલ 110.04 રૂપિયા પ્રતિ લિડર અને સામાન્ય ડીઝલ 102.42 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યા છે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 113.32 રૂપિયા પ્રતિ લિટર અને પ્રીમિયમ ડીઝલ 106.09 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. અહીં દેશનું સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યા છે.


પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ટેક્સનો ભાર વધુ


પેટ્રોલ ડીઝલની કિંમત રોકેટ ગતિએ વધી છે તેમાં મોટો ફાળો કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સનો પણ છે. પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલીસીસ સેલ, આઈઓસીના 1 ફેબ્રુઆરી, 2021ના ડેટા અનુસાર સૌથી વધારે ટેક્સ વસુલનાર રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં પેટ્રોલ પર 26.9 રૂપિયા વેટ લેવામાં આવે છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પેટ્રોલ પર વેટની કિંમત 26 રૂપિયા, મણીપુરમાં 25 રૂપિયા, આંધ્ર પ્રદેશમાં 25 રૂપિયા, ઓડિશામાં 20.6 રૂપિયા, રાજસ્થાનમાં 24.7 રૂપિયા, તમિલનાડુમાં 22.7 રૂપિયા, તેલંગાણાણાં 22.7 રૂપિયા અને કર્માટકામાં 22.5 રૂપિયા વેટ વસુલવામાં આવે છે. જ્યારે રાજ્યો કરતાં કેન્દ્ર સરકાર સૌથી વધુ એટલે કે એક લિટર પેટ્રોલ પર 33 રૂપિયા ટેક્સ વસુલે છે. આ તમામ આંકડા 1 ફેબ્રુઆરી, 2021ના આધારે છે જ્યારે પેટ્રોલની બેઝિક કિંમત 29.7 રૂપિયા ગણવામાં આવી છે.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.



  • 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 12 રૂપિયા પ્રતિ લિટર