કંપનીએ જણાવ્યુ કે કંપનીએ વિસ્તાર યોજનાઓ અંતર્ગત તે આગામી ત્રણ વર્ષમા એક લાખ મહિલા શિક્ષકોની ભરતી કરશે.
વ્હાઇટહેટ જૂનિયરની સીઇઓ કરણ બજાજે કહ્યું કે- અમે આગામી મહિનામા ગણિતના ક્લાસ શરૂ કરી રહ્યાં છીએ, સાથે જ તેમને કહ્યું કે, કંપની પ્રત્યેક વિદ્યાર્થી પર સીધુ ધ્યાન આપવાના ટીચિંગ મૉડલનો ઉપયોગ કરશે, અને આનાથી ભારતમા આગામી ત્રણ વર્ષ દરમિયાન એક લાખ શિક્ષકોની નોકરીઓ તૈયાર થશે, અને આ તમામ મહિલાઓ માટે હશે.
(પ્રતિકાત્મક તસવીર)
સીઇઓએ વધુમાં જણાવ્યુ કે, શિક્ષકો પોતાના ઘરેથી અને પોતાની સુવિધાના સમય અનુસાર સારી કમાણી કરી શકશે. ફીસ આપનારા વિદ્યાર્થીઓમાં 70 ટકા ભારતમાંથી છે, અને બાકીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી છે.