નવા વર્ષ 2025 પહેલા પીએમ મોદીએ મહિલાઓ માટે ખાસ ભેટની જાહેરાત કરી છે. એક નવી LIC યોજના જે મહિલાઓને 7,000 રૂપિયાની માસિક આવક આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ અને નાણાકીય સમાવેશ માટે જીવન વીમા નિગમની વીમા સખી યોજના શરૂ કરી છે. જાણો આ યોજનાથી મહિલાઓને શું ફાયદો થશે ?


LIC બીમા સખી યોજના શું છે ?


LIC ની બીમા સખી યોજના એક સ્ટાઈપેન્ડ સ્કીમ છે, જે ફક્ત મહિલાઓ માટે છે. તેનો સમયગાળો 3 વર્ષનો છે. આ પહેલ હેઠળ, 18-70 વર્ષની વય જૂથની મહિલાઓ જેમણે ધોરણ 10 પાસ કર્યું છે, તેમને તાલીમ આપવામાં આવશે જેથી તેઓ LIC એજન્ટ બની શકે.


તેઓને નાણાકીય સાક્ષરતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ ત્રણ વર્ષ માટે સ્ટાઈપેન્ડ મળશે. તેમની તાલીમ પૂર્ણ કર્યા પછી, આ મહિલાઓને LIC વિકાસ અધિકારી તરીકેની પોસ્ટ માટે લાયક બનવાની તક મળશે.


શું છે બીમા સખી યોજના?


આ યોજનાનું નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા, મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને LICના એજન્ટ બનાવવામાં આવશે. આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમો કરાવી શકશે. સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારીની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે. આવી સ્થિતિમાં સરકારની આ યોજના આ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરે હરિયાણાના પાણીપતથી આ યોજનાની શરૂઆત કરશે.


મળશે આટલા હજાર રૂપિયા


બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 થી 21,000 રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે આ રકમ 1,000 રૂપિયા ઓછી કરીને 6,000 રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. સાથે જ મહિલાઓને 21,000 રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે. જે મહિલાઓ પોતાના વીમાનો લક્ષ્યાંક પૂરો કરશે, તેઓને અલગ કમિશન પણ આપવામાં આવશે.  


Ration Card: શું તમારું રાશનકાર્ડ પણ રદ કરવામાં આવ્યું છે ? જાણી લો ફરી શરૂ કરવાની રીત