Surat : સુરતમાં ડાયમંડ બુર્સનું 100 ટકા  કામ પૂર્ણ થયુ છે. આગામી 5 જૂનના રોજ ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. સુરત ડાયમંડ બુર્સકુલ 4200 ઓફિસ છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.


ડાયમંડ બુર્સનું  હાલ તો વહેલી તકે  ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે. 


સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે


સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે.અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.


સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહાઆરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે.


આ સાથે ચર્ચા એવી પણ થઇ રહી છે કે સુરત ડાયમંડ બુર્સના ડાયમંડ આકારના મેઈન ગેટનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હાથે કરાવવામાં આવે. જો કે કમિટીના કેટલાક સભ્યો ઈચ્છી રહ્યા છે જે બુર્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થયા ત્યારબાદ જ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવે.