થોડા સમય પહેલા X ટ્વિટર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે 24 કલાલથી ઓછા સમયમાં બીજી વખત X ડાઉન થતા યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. હતાશ થઈને કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ટ્વિટર ઓપરેટ કરતી વખતે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન થવાના કારણે કોઈ પોસ્ટ લોડ થઈ શકતી નથી. એક દિવસ પહેલા રવિવારે પણ X ડાઉન થયું હતું. જેના કારણે લાખો યુઝર્સ થોડા સમય માટે પરેશાન થયા હતા.
ઈન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ X ( પહેલા ટ્વિટર) ની સેવાઓ રવિવારે પણ અચાનક બંધ થઈ ગઈ હતી. યૂઝર્સને ટ્વીટ કરવામાં અને રિફ્રેશ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સે તેમની પોતાની ટાઈમલાઈન જોઈ શકતા નહોતા. ડાઉન ડિટેક્ટરે પણ પુષ્ટિ કરી હતી કે X ડાઉન છે. એક્સમાં સમસ્યા વિશે ડાઉન ડિટેક્ટર પર સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી.
એલોન મસ્કના ઇન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મની સેવાઓ રવિવારે બપોરે 12 વાગ્યાથી બંધ જોવા મળી હતી. ડાઉન ડિટેક્ટર પર એક્સ આઉટેજ અંગેની ફરિયાદો પણ વધી હતી. એક્સની વેબસાઇટ ડાઉન થઈ હતી. 24 કલાકમાં એક્સ બીજી વખત ડાઉન થતા યૂઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે.
એક્સ બે મહિના પહેલા પણ ડાઉન હતુ
એક્સ ડાઉન થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ 1 જુલાઈના રોજ, X વૈશ્વિક સ્તરે ડાઉન થઈ ગયું હતું. લગભગ 4,000 યૂઝર્સે ડાઉન ડિટેક્ટર પર ટ્વિટર સાથે સમસ્યાઓની જાણ કરી હતી. ડાઉન ડિટેક્ટર એક વેબસાઇટ છે જે ઑનલાઇન સેવાઓ ડાઉન થાય તેના પર નજર રાખે છે.
હજારો યુઝર્સે ફરિયાદ કરી હતી કે ટ્વિટર તેમની ટ્વીટ રિફ્રેશ કરતું નથી. એલોન મસ્કની એન્ટ્રી પછી X ડાઉન થયું તે ચોથી વખત છે. કેટલાક યુઝર્સ તેમની સમસ્યાઓ વિશે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી રહ્યા હતા.